સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th May 2022

જેતલસર જંકશન ગામે જૂની અદાવતમાં બે પરિવારો વચ્‍ચે બઘડાટીઃ ૩ને જુનાગઢ ખસેડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૬ :.. જેતપુરના જેતલસર જંકશન ગામે અગાઉની માથાકુટનો ખાર રાખી બે જૂથ વચ્‍ચે મારા મારી થતા પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે. આ બઘડાટીમાં ત્રણને જુનાગઢ રીફર કરાયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર તાલુકાના જેતલસર જંકશન ગામે રહેતા વિપ્ર પરિવારને શહેરના વેકરીયાનગરમાં રહેતા જયવીરભાઇ મનુભા વાંક સાથે સાતેક વર્ષ પહેલા માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી. શનીવારે સાંજે જયવીરભાઇ જેતલસર જંકશન પાનની દુકાને પોતાના બાઇક પાસ બેઠા હોય ત્‍યારે પ્રશાંતે તેની સામે કાતર મારીને જોતા જયવીરભાઇએ પોતાનું એકટીવા જઇ તેના મોટર સાયકલ સાથે અથડાવતા કાળા કલરની કારમાં પાંચ શખ્‍સો પ્રશાંત વિનોદભાઇ મહેતા, ભાવીક વિનોદભાઇ મહેતા, યજ્ઞ યોગેશભાઇ મહેતા, ઋત્‍વીક યોગેશભાઇ મહેતા, વિવેક દિલીપભાઇ મહેતા આવી લાકડાનાો ધોકો બેઇઝ બોલના ધોકા વડે હૂમલો કરી માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી  આપી નાસી છૂટેલ જયવીરભાઇને માથામાં લાગતા લોહી નીકળતી હાલતમાં સરકારી હોસ્‍પીટલ ખાતે ખસેડેલ જેથી તાલુકા પોલીસે તેની ફરીયાદ પરથી પ્રશાંત, ભાવીક, યજ્ઞ, ઋત્‍વીક, વિવેક પાંચે શખ્‍સો વિરોધ આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર), ર૯૪ (બી) મુજબ ગુને નોંધેલ હતો.

જયારે સામા પક્ષે યોગેશભાઇ મુળશંકરભાઇ મહેતાએ ફરીયાદ નોંધાવતા જણાવેલ કે તેના બન્ને દિકરા યજ્ઞ અને ઋત્‍વીકને કોઇ સાથે માથાકુટ થયેલ છે તેમ ખબર પડતા તેઓ બહાર નીકળેલ પરંતુ તેઓ બન્ને પરત આવી કહેલ કે જૂની માથાકુટ ના અનુસંધાને મારી-મારી થયેલ જેથી તેઓ બધા પરિવાર સાથે સૂઇ ગયેલ બાદ રાત્રીના દોઢ વાગ્‍યે જેતલસર જંકશન ગામે રહેતો મહાવીર મનુભાઇ વાંક કે જે જયવીરભાઇનો ભાઇ  થાય છે તે અજાણ્‍યા ૪ શખ્‍સોને લઇને આવી તેના ઘર ઉપર કાચની સોડા બોટલો ફેંકતા બેફામ ગાળો બોલતા હોય યોગેશભાઇ એ ઉઠીને જોતા તેઓ જયવીરભાઇ ઉર્ફે માઇકલ ને માર માર્યો હોય. જેનો ખાર રાખી સોડા બોટલોનો ઘા કરતા યોગેશભાઇ તેના પત્‍ની જયોત્‍સનાબેનને લાગતા લોહી નીકળવા લાગેલ તેમજ વિવેકભાઇ દિલીપભાઇ બહાર નીકળતા તેને પગમાં કાચ લાગી જતા ત્રણેને સારવારમાં સરકારી હોસ્‍પીટલે ખસેડેલ પાંચે શખ્‍સો મારી નાખવાની ધમકી આપી નાસી છૂટેલ.

યોગેશભાઇ સહિત ત્રણેને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાતા તેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે મહાવીર મનુભાઇ વાંક તથા ૪ અજાણ્‍યા શખ્‍સો મળી પાંચ શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૧૪૩, ૧૪૭, ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર) ર૯૪ (બી) મુજબ ગુન્‍હો નોંધેલ હતો. તાલુકા પોલીસે બન્ને પક્ષે સામસામી ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

(4:52 pm IST)