News of Monday, 16th May 2022
ઉનામાં કપિરાજ ભૂલા પડયા...મોજમાં આવ્યા...
ઉના : દેલવાડા રોડ પર વિદ્યાનગર સોસાયટી પાસે એક કપિરાજ ફરતા ફરતા આવી ચડયા હતા અને નાસ્તાની લારી જોઇ થોડીવાર રોકાઇ ગયેલા. આવતા-જતા રાહદારીઓએ તેમને છૂટો નાસ્તો પણ ધર્યો હતો. બાળકો પણ મોજમાં આવી ગયેલા. કપિરાજ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા તે તસ્વીર. (તસ્વીર : નવીન જોશી ઉના)
(12:00 pm IST)