જામકંડોરણામાં રાજપુત કરણી સેનાની એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત
(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૧૬ : કચ્છ માતાના મઢથી શરૂ થયેલી શ્રી રાજપુત કરણી સેનાની એકતાયાત્રા કરણી રથ સાથે જામકંડોરણા ખાતે આવી પહોંચતા જામકંડોરણામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અઆ એકતાયાત્રા જામકંડોરણા ગોંડલ રોડ, ભાદરા નાકા, બસ સ્ટેશન, કાલાવડ રોડ, તળાવ પ્લોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં કાર તેમજ બાઇક સાથે કરણી રથ સાથે નિકળી હતી. આ એકતાયાત્રાનું વિવિધ સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમજ યાત્રાના રૂટ પર સેવાભાવી યુવાનો દ્વારા ઠંડા પાણી, છાસ, કોલ્ડ્રીંકસ સહિતની સુવિધાઓ કરવામાં આવી હતી આ યાત્રામાં જામકંડોરણા તાલુકા કરણી સેનાના હોદેદારો, રાજપુત સમાજના હોદેદારો, સમાજના યુવાનો તેમજ વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.