સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

વાંકાનેરમાં કોવિડ સેન્ટરમાં સારવાર બાબતે ત્રણ ઇસમોએ ભાજપ અગ્રણીને માર માર્યો

ભાજપ અગ્રણીએ ત્રણ શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબી : વાંકાનેરમાં ભાજપ અગ્રણીને કોવીડ કેર સેન્ટરમાં સારવાર બાબતનો ખાર રાખીને ત્રણ ઇસમોએ માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે


મોરબી જીલ્લા ભાજપ અગ્રણી હિરેનભાઈ રમેશભાઈ પારેખે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી નરેન્દ્રસિંહ ઝાલાના જમાઈણી થોડા દિવસ પૂર્વે તબિયત ખરાબ હોય અને કોવીડ કેર યુનિટમાં સારવાર લેવા બાબતે હિરેનભાઈ પારેખે નાં પાડતા તે બાબતનો ખાર રાખીને આરોપી ઋષિ ઝાલા રહે વાંકાનેર આરોગ્યનગર, નરેન્દ્રસિંહ ઉર્ફે નારૂભા ઝાલા રહે ખેરવા અને બળુંભા જોરૂભા ઝાલા રહે વાંકાનેર પેડક એમ ત્રણ ઇસમોએ ગાયત્રી મંદિર પાસે તેને માર મારી પછાડી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

(8:59 pm IST)