સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

માળિયા તાલુકાના જુમાંવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું:ઊંટબેટ ગામે પણ ૬૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા :મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૨ જનરેટર અને ડીઝલની વ્યવસ્થા આમરણ ખાતે ૨ આશ્રય સ્થાનો રીઝર્વ રખાયા

મોરબી : વાવાઝોડાને પગલે એનડીઆરએફ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને તંત્ર આગોતરા તૈયારી કરીને વાવાઝોડાને પગલે સૌથી ઓછું નુકશાન થાય તેમજ જાનહાની ના થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે જેમાં મોરબી જીલ્લામાં સ્થળાંતર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે માળિયા તાલુકાના જુમાંવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે જેને ન્યુ ટાટાનગર ખાતે રાખવામાં આવશે જયારે મોરબીના ઊંટબેટ (શામપર) ગામે ૬૦ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા છે તે ઉપરાંત ઝીન્ઝુંડામાં ૩૦ અને શામપરમાં ૪૦ જેટલા લોકો જે કાચા મકાનમાં રહેતા હોય ગામની પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે તેવી માહિતી નાયબ મામલતદાર તેજસ પટેલ અને સંજયભાઈ પાસેથી પ્રાપ્ત થઇ છે તો એનડીઆરએફ ટીમો સતત કાર્યરત હોવાનું એનડીઆરએફના પીઆઈ પુરોહિત અને પીઆઈ રાકેશે જણાવ્યું હતું

આમરણ ખાતે ૨ આશ્રય સ્થાનો રીઝર્વ રાખવામાં આવ્યા છે
વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા આમરણ ખાતે ૨ આશ્રય સ્થાનો રિઝર્વ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે જેથી સ્થળાંતર કરેલ લોકોને સમયસર ત્યાં ખસેડી સકાય
વાવાઝોડાને પગલે મોરબી સિવિલ હોસ્પીટલે જનરેટર અને ડીઝલની વ્યવસ્થા કરી

(8:57 pm IST)