સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમભાવીત વાવાઝોડાને લઈ જિલ્લા પ્રશાસન સજ્જ: દ્વારકામાં બે NDRF ની ટીમ તૈનાત કરાઈ: માછીમારો ને દરિયા કિનારે થી દુર જવા સૂચન : દ્વારકા તેમજ ઓખા ખાતે બને ટીમ કાર્યરત રહેશે :શક્ય તેટલી મદદ જિલ્લા પ્રશાસનને કરવા સજ્જ રખાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર આગામી સમભાવીત વાવાઝોડા ને લઈ સબડું થયું છે સાથે જ બે NDRF ની ટીમ પણ દ્વારકા જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે જેમાં એક ટીમ દ્વારકા અને એક ટીમ ઓખા ખાતે રહેશે જ્યારે NDRF ની ટીમ દ્વારા હાલ દ્વારકા ખાતેની NDRF ની ટીમ રૂપણ બંદર ખાતે તૈનાત કરાઈ છે અને માછીમારો ને દરિયા કિનારાના વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી રહી છે બીજી તરફ NDRF ની ટીમ દ્વારા માછીમારો ને સમજાવવામાં આવી રહ્યા છે અને ટીમ દ્વારા રૂપણ બંદર ના દરિયાકિનારે જઈ ને માછીમારો ને સમજાવી સમભાવીત વાવાઝોડા ને લઈ સલામત સ્થળે પહોંચી જવા ની પણ અપીલ કરાઈ છે...

(8:00 pm IST)