સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા તૌકતે વાવાઝોડા સામે તકેદારીના અનેક પગલાં લેવાયા : જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ ડ્રેનેજ તથા નદી-નાળાના વહેણમાંથી કચરો દૂર કરી ચોખ્ખા કરાયા

જામનગર : જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા તૌકતે વાવાઝોડા થકી જિલ્લામાં જાનમાલની કોઈ નુકસાની ન થાય તે માટે અનેક પગલાંઓ લેવાઈ રહ્યા છે. તંત્ર દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ છે.વોર્ડ વાઇઝ જુદી જુદી ટીમો બનાવી અત્યાર સુધીમાં શહેરના તમામ સ્થળોએથી જોખમકારક હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.સાથે સાથે જોખમી વૃક્ષો તથા જર્જરિત ઇમારતો પણ દૂર કરવામાં આવી રહી છે. ડ્રેનેજ તથા નદી-નાળાના વહેણમાંથી કચરો દૂર કરી ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે.તેમજ જોખમી ઇમારતો નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

(5:49 pm IST)