News of Sunday, 16th May 2021
ઓક્સિજનની અછત વચ્ચે કંડલા પોર્ટ આવ્યું આગળ: કચ્છ અને ભોપાલના ઓક્સિજન પ્લાન્ટ માટે સામાન લાવનાર શીપને તાત્કાલિક બર્થ ફાળવાઈ
(વિનોદ ગાલા, ભુજ) ઓક્સિજન પ્લાન્ટ માટે ચીનથી સ્ટીલ પાઈપ, સ્ટીલ બાર, જમ્બો બેગ સહિતનો સમાન લઈ આવેલા શીપને ચેરમેન એસ.કે. મહેતાની સૂચનાથી ઝડપભેર બર્થ ફાળવી દેવાઈ હતી. પોર્ટ પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે આ સામાન કચ્છ અને ભોપાલના પ્લાન્ટમાં પહોંચતો કરાઈ રહ્યો છે.
(4:45 pm IST)