સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th May 2020

ખંભાળીયાના વડત્રા ગામે બીડીના વ્યસનીઓ એક જુડી માટે રૂ.૬૦૦નું કિલો ભેસનું ઘી પણ આપે છે...!!

તમને આ સમાચાર વાંચીને નવાઇ લાગશે પણ સત્ય છેઃ ગામના પૂર્વ સરપંચે જ આ સ્થિતિનો ચિતાર આપ્યો છે : તો બજરના બંધાણી વૃધ્ધ સ્ત્રી-પુરૂષો બજર ન મળતા ગાંડાવેળા કરતા હોય તેમને રૂમમાં પુરવા પડે છે...!! : વ્યસનીઓની માથુ દુખવુ, પેટનો દુખાવો, કબજીયાતની સૌથી વધુ ફરિયાદો

ખંભાળીયા તા. ૧૬ :.. સમગ્ર દેશમાં સરકારે છૂટછાટના નામે દારૂની દુકાનો ખોલી નાખી અને પાન, તમાકુ, બજરની દુકાનો ના ખોલતા વ્યસનીઓની સ્થિતિ વિકટ થવા માંડી છે.

બીડીની જુડી માટે ૧ કિલો ઘી...!!

ખંભાળીયા તાલુકાના વડત્રા ગામના પૂર્વ સરપંચ તથા આહિર આગેવાન શ્રી રામશીભાઇ રાણાભાઇ ચાવડાએ જણાવેલ કે સ્થિતિ એવી છે કે વ્યસનીઓ બીડીની એક જુડી માટ ૧-૧ કિલો ભેંસનું શુધ્ધ ઘી જેની કિંમત ૬૦૦ રૂ. છે તે પણ આપી દે છે...!!

તો બજર વિના વૃધ્ધોની સ્થિતિ એવી દયાજનક થઇ ગઇ છે કે અનેક જગ્યાએ વૃધ્ધો સ્ત્રી પુરૂષોના મગજ છટકી ગયા છે તો ગાંડાવેળા કરે છે તો કયાંકનો રૂમમાં પુરવા પડે છે....!!

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં પણ વ્યસનીમાંથી ઘણા બીડી, તમાકુ ફાકી, બજર ના મળતા માથુ સતત દુઃખવું, કબજીયાત થવો પેટમાં દુઃખવું જેવા રોગોની સારવાર માટ આવવા લાગ્યા છે.

હાલ દ્વારકા જિલ્લામાં આટલી છૂટ છતાં લોકડાઉન ના કેસો રોજના ૪૦ થી પ૦ કેમ થાય છે...? તેનું કારણ પણ આ વ્યસનીઓ જ  છે રોજ શોધવા નીકળે છે અને પોલીસના પંજામાં આવી જાય છે....!!

(1:14 pm IST)