સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

રાજ્યકક્ષાના હોમગાર્ડ તાલીમ કેમ્પમાં બાબરા હોમગાર્ડ યુનિટનું પ્રથમ સ્થાન :જવાનોએ પારિતોષિક મેળવ્યું

બાબરા યુનિટને તાલીમ કેમ્પમાં લાઈન લે આઉટમાં પ્રથમ ઇનામ

અમરેલી : રાજ્યકક્ષાનો હોમગાર્ડ તાલીમ કેમ્પ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના માધવનગર ગામે યોજાયો હતો. જેમાં રાજ્યના તમામ ૩૭ જિલ્લાના હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા બાર દિવસ સુધી હોમગાર્ડ બેઝિક તાલીમ કેમ્પમાં અમરેલી જિલ્લાના બાબરા હોમગાર્ડ યુનિટને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું હતું.

  આ હોમગાર્ડ કેમ્પમાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ હોમગાર્ડ જવાન મૌલિકભાઈ તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જીલ્લા વતી બાબરા યુનીટના કુલ પાંચ હોમગાર્ડ જવાનો મૌલિકભાઈ તેરૈયા યશપાલસિંહ, રાજેન્દ્રસિંહ, સત્યજીતભાઇ ભાવીનભાઇ આ કેમ્પ માં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે તાલીમ કેમ્પમાં લાઈન લે આઉટમાં પ્રથમ ઇનામ બાબરા યુનિટને પ્રાપ્ત થયું હતું જેનો સ્વીકાર હોમગાર્ડ જવાન મૌલિકભાઈ તેરૈયા દ્વારા કરવામાં આવ્યો હતો

 .લાઇન લે આઉટના માર્ગદર્શક, અશોકભાઇ જોષી (અમરેલી જીલ્લા કમાન્ડર)તથા સુરેશભાઇ શેખવા (રીક્રુટ ઓફીસર અમરેલી) બાબરા હોમગાર્ડ યુનિટને લાઈન લે આઉટમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થતા બાબરા હોમગાર્ડ કમાન્ડર હસુભાઈ ખાચર કલાર્ક ગંભીરસિંહ સોલંકી સહિતના અધિકારી દ્વારા ખુશી સાથે અભિનંદન પાઠવ્યા હતા.

 

(12:55 am IST)