સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

ટંકારાના સજ્જનપર નજીક મોટરસાયકલ સ્લીપ થતાં મહિલાનું મોત

મોરબી : ટંકારાના હડમતીયાના રહેવાસી દિનેશભાઈ ઉર્ફે વિપુલભાઈ ચાવડાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં મોટરસાયકલ નં જીજે ૩૬ સી ૭૪૦૦ ના ચાલક જીતેન્દ્રકુમાર દિલીપભાઈ મકવાણા (રહે તીથવા વાંકાનેર )એ મોટરસાયકલ પુરઝડપે ચલાવી જતા હોય જેમાં સજજનપર નજીક કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થતા પાછળ બેસેલ ફરિયાદીના બહેન કોમલબેન (ઉ.વ.૨૩) વાળાને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(8:31 pm IST)