સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

ગોંડલ સંપ્રદાયનું ગૌરવ છે, ગૌરવવંતો કરો ડુંગર ગુરૂની ગાદીનું ગૌરવ વધારો, તેમાં તમારૂ ગૌરવ વધશે : પૂ. અમીગુરૂ

બોટાદ ગચ્છાધિપતિ પૂ.શ્રી અમીગુરૂના આશીષ મેળવતા પૂ. પારસમૂનિ મ.સા

રાજકોટ તા ૧૬  :  ગોંડલ સંપ્રદાયના સદ્ગુરૂદેવ પૂ.શ્રી જગદીશમુનિ મ.સા. ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ.શ્રી પારસમૂનિ મ.સા. શ્રી સ્થા. જૈન સંઘ બોટાદ ગચ્છાધિપતિ પૂ.શ્રી અમીગુરૂ તથા પૂ. શૈલેષમુનિ મ.સા. ના દર્શન અર્થે પધાર્યા, ત્યાં પૂ. સવિતાબાઇ મ.સ. (મોટીબેન), પૂ. ઇલાનીલાબાઇ મ.સ. પૂ. અરૂણાબાઇ મ.સ., પૂ.શ્રધ્ધાબાઇ મ.સ., પૂ. સુશિલાબાઇ મ.સ. આદિઠાણા-૩૦ નું મંગલ મિલન  થયેલ, વર્ષો બાદ પૂ. ગુરૂદેવનું બોટાદ સંઘમાં આગમન થતા સર્વેમાં અનેરો આનંદ હતો. મંત્રી છોટુભાઇએ ગુરૂદેવનું સ્વાગત કરેલ.

પૂ. અમીગુરૂએ જણાવેલ કે, ગોંડલગાદીના ગામમાં ચાતુર્માસ પૂર્ણ કરી વહેલા વહેલા પધારો અને વધુમાં વધુ રોકાવો. પૂ. અમીગુરૂના સ્નેહામૃતને પામી જાણે પાવન થયાની ગુરૂદેવે લાગણી અનુભવી, પૂ. અમીગુરૂએ જણાવેલ કે, '' વહાલાના વહાલને પામો, ગોંડલનું ગૌરવ છે. ગોંડલને ગૌરવવંતો કરો, ગાદીનું ગૌરવ વધારો ''.

બોટાદથી પાળીયાદ શ્રી સંઘમાં પધારતા ત્યાં  બિરાજીત  બોટાદ સંપ્રદાયના પૂ. મધુબાઇ મ.સ. આદિઠાણાનો મેળાપ થયો. પૂ. માધુબાઇ મ.સ.ને જણાવેલ કે, ૧૫ વર્ષે આપના દર્શન થયા, ખુબ આનંદ થયો, હવે આટલો લાંબો સમય ન કાઢશો. જલ્દી દર્શન આપશો.

પાળીયાદ પાંજરાપોળમાં પગલા કરવા પૂ. ગુરૂદેવ પધારેલ નાગરભાઇ આદિ, સેવાભાવી કાર્યકરોએ પાંજરાપોળની માહીતી આપેલ,૨૫૦૦ પશુઓની સેવા થઇ રહી છે. દાત્તાઓને પાળીયાદ પાંજરાપોળમાં દાનની સરવાણી વરસાવવા જણાવેલ '' ગા'' અને '' મા' ની સેવાનો લાભ પુણ્યશાળીને મળે તેમ ગુરૂદેવે જણાવેલ.

પાળીયાદથી સરવા રામદેવપીર મંદિરે રાત્રી વિશ્રામ કરી આટકોટ થઇને શ્રી નિરંજનભાઇ દવેના આશ્રમે, ઘોઘાવદર સાંજે ૬ વાગ્યે પધારશે.

કાલે તા. ૧૭ના શ્રી ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ, ગોંડલ '' દાદા ગુરૂ પુનમ મહોત્સવ'' માં  પધારી રહ્યા છે. પૂ. ગુરૂદેવનું ભવ્ય સ્વાગત તા. ૧૭ ના સવારે ૬ કલાકે ચોરડી દરવાજે થી ગોંડલ પાજરાપોળ  પાસે સાડા સાત વાગ્યે કરવામાં  આવશે. બેનાણીવાડીમાં નવકારશી રાખેલ છે.

(3:48 pm IST)