સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

૪૨ થી વધુ શહીદ પરિવારોને મોરબી દ્વારા આર્થિક સહાય

મોરબી, તા. ૧૬: મોરબીના યુવાન દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવારને સહાય આપવા અલગ અલગ સંગઠન પાસેથી લાખોની રકમ એકઠી કરી હતી અને પંજાબના શહીદ પરિવારોને મદદની રકમ હાથોહાથ પહોંચાડવામાં આવી રહી છે

બગથળા સોશ્યલ ગ્રુપનાં પ્રમુખ દિલીપભાઈ સરડવા અને ગીરીશભાઇ ઠોરીયાએ રૂ. ૯૭,૬૦૦, નકલંક મંદિર બગથળાએ રૂ ૧૦,૦૦૦, બગથળા ગામ સમસ્ત દ્વારા ૧૮,૦૦૦, બગથળા વિનય મંદિર સ્કૂલ દ્વારા રૂ. ૨૯,૦૦૦ તરફથી એકત્ર કરેલી આર્થિક મદદ રૂ. ૧,૫૪,૬૦૦ ઉપરાંત મોરબી કલોક એન્ડ આર્ટિકલ મેન્યુ એસોસિએશન તથા મોરબી ટ્રાન્સપોર્ટર એસોસિએશન તરફથી ૫,૨૦,૦૦૦ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે. તો મોરબી નળિયાં ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રતિભાઇ આદ્રોજા,ચંદ્રકાન્તભાઈ આશર અને ભીખાભાઇ દેત્રોજા તરફથી રૂ ૩,૦૦,૦૦૦દ્ગટ ફાળો આપવામાં આવ્યો છે. મોરબી કલોક એસોસિએશન તરફથી ૩,૨૫,૦૦૦દ્ગટ ફાળો આપાવમાં આવ્યો છે. ન્યૂ પટેલ પાન દ્વારા ૨ લાખ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે.ઙ્ગ આ ફાળો આગામી ૧૪ મે પંજાબ, હિમાચલ પ્રદેશ, છતીશગઢ , મહારાષ્ટ્ર અને યુ.પી. રાજયમાં થયેલ શહિદ જવાનોને અનુક્રમે ૧.૭૫, ૧.૫૦ અને ૧.૬૫ઙ્ગ લાખ હાથો હાથ તેમના દ્યર સુધી જઈને આપવામાં આવશે. આ સાથે જ કોઈને આ સેવાયાત્રામાં જોડાવવુ હોય તો તે સ્વ ખર્ચે જોડાઈ શકે છે.

મહત્વનું છે કે રૌલી વિસ્તારમાં શહીદ જવાન કુલવિંદર સિંદ્યના પરિવારને ૧.૭૬ લાખની સહાય ચૂકવી હતી. શહીદ જવાન જયમલ સિંદ્ય (મોગા-પંજાબ ) ને ૧.૮૬ લાખ ની સહાય કરવામાં આવી, શહીદ જવાન સુખવિન્દર સિંધ (ધત્ત્।લ -પંજાબ)ને ૧.૮૬ લાખ સહાય કરવામાં આવી અને શહીદ કોન્સ્ટેબલ મહિન્દર સિંદ્ય (દીનાનગર-પંજાબ)ને ૧.૮૬ લાખની સહાય કરવામાં આવી છે.

(1:39 pm IST)