સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

સાયલા પાસે નિવૃત કૃષિ અધિકારી ગુણવંતરાય ભટ્ટની હત્યા કરનાર ભાર્ગવ જાની ઝડપાયો

હત્યાના કારણ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

વઢવાણ, તા. ૧૬ : સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા નજીક નિવૃત કૃષિ અધિકારી ગુણવંતરાય ભટ્ટની હત્યા કરનાર સુરેન્દ્રનગર ભાર્ગવ જાનીના ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સુરેન્દ્રનગરનાઓએ તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લામાં બનેલ એનડીટેકટ ખુન તથા મીલ્કત સબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે એસ.ઓ.જી. સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેકટર શ્રી એફ.કે. જોગલ તથા પો.સ.ઇ. શ્રી એસ.બી. સોલંકીનાઓએ કરેલ સુચના માર્ગદર્શન આધારે ગઇ તા. પ-પ-ર૦૧૯ના રોજ સાયલા સર્કલ પાસે ઇયોન કાર નં. જીજે-૦૧-આરએકસ-૪૭૪૪માં ગુણવંતરાય ઇચ્છાશંકર ભટ્ટ વાળાની કોઇ તિક્ષ્ણ હથીયારથી ગળાના ભાગે તથા ડોકના ભાગે તથા છાતીના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ કરી તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી હત્યા કરીને કારમાં મૂકી નાસી છૂટયા હતા.

જે ગુન્હો અનડીટક હોય જેના આરોપીની એ.એસ.આઇ. દાદુભાઇ જાડેજાનાઓને ખાનગી રાહે મેળવેલ હકીકત અન્વયે એસ.ઓ.જી. ટીમના માણસો એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ, દાજીરાજસિંહ, રણજીતસિંહ, પો.હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ, મહિપતસિંહ, હસુભાઇ, ડાયાભાઇ પેલ, પો.કો. મહિપાલસિંહ, હરદેવસિંહ, મ.પો.કો. સંગીતાબા, પ્રિયંકાબેન વિગેરેનાઓએ કૃષ્ણનગર સોસાયટી સુરેન્દ્રનગર ખાતે રહેતા ભાર્ગવભાઇ મુકેશભાઇ અમૃતલાલ જાની, ઉ.વ.ર૦ વાળાને પકડી કચેરીએ લાવી પૂછપરછ કરતા મજૂર ઇસમ સાયલા સર્કલ પાસે બનેલ અનડીટેકટ ખુન કરેલ હોયની કબુલાત કરતો હોય જેને પકડી સાયલા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે અને હત્યાના કારણ અંગે પૂછપરછ હાથ ધરાઇ છે.

(1:38 pm IST)