સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

સાવરકુંડલામાં વ્યાજના ૧૧ લાખ આપવા મુદ્રે ૩ શખ્સોની ધમકી

અમરેલી તા. ૧૬ :.. સાવરકુંડલામાં રહેતા અને હાલ સુરત સ્થાયી થયેલા નીલેશ મનુભાઇ શેલાર નામના યુવાને પાલીતાણાના લીલીવાવના ભુપત પરસોતમ ઉર્ફે જાની પાસેથી અઢી લાખ વ્યાજે રૂપિયા લીધા હતા જે રકમનું ચડત વ્યાજે ૧૧ લાખની ઉઘરાણી કરીને ત્રણ શખ્સો સાથે મળી ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી છે.

કુવામાં પડી જતા યુવાનનું મોત

સાવરકુંડલાના નાની વડાખમાં રહેતાં ગભાભાઇ ભીખાભાઇ ઢગલ નામના યુવાનનું કુવામાંથી બકરાને પાણી ખેંચી પાતા હોય અકસ્માતે કુવામાં પડી જતા તેનું મોત નિપજયું હતું.

અમરેલી જિલ્લામાં ત્રણ યુવતી ગુમ

જાફરાબાદનાં ટીંબીની ગીતાબેન પ્રદીપભાઇ વ્યાસ અમરેલીનાં ગીરીરાજ નગરમાં રહેતી ક્રિષ્નાબેન બાલી નલીનભાઇ સાવરકુંડલાના જાંબાળમાં રહેતી વસંતબેન કરશનભાઇ હેલૈયા નામની યુવતી ગુમ થઇ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(1:37 pm IST)