સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

કોટડા સાંગાણી પાસે પાણી પુરવઠા યોજનાના સંપમાંથી ૧૦ હજારનો કોપર વાયરની ચોરી

રાજકોટ તા ૧૬  :  કોટડા સાંગાણી પાસે નારણકા ચોકડી અને પીપલાણા વચ્ચે પાણી પુરવઠા યોજનાના સંપમાંથી તસ્કરો રૂા ૧૦,૨૦૦ ના કોપર વાયર ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોટડા સાંગાણી પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નારણકા સબ હેડ વર્કસ ગ્રુપ જુથ પાણી પુરવઠા યોજના સંપમાં ગત તા.૧૩ ના રોજ કોઇ અજાણ્યા શખ્સોએ ઇલેકટ્રીક મોટરનો ૪૫ મીટર કોપર વાયર તથા બીજો ખુલ્લો પડેલ ૪૫ મીટર મળી રૂા ૧૦,૨૦૦ ની કિંમતનો કોપર વાયર ચોરી ગયા હતા. આ અંગેની જાણ થતા કોન્ટ્રાકટર જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૬) (રહે. રીબડા, તા. ગોંડલ) એ કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. કે.બી. શાંખલાએ તપાસ હાથ ધરી

(11:48 am IST)