સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

સુરેન્દ્રનગર જિલ્લાના ૧ર સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ જુલાઇમાં પૂરક પરીક્ષા આપી શકશે

વઢવાણ તા. ૧૬: સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ૧ર સાયન્સનું પરિણામ ઓછું આવ્યું છે અને ૧ર સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા બે દિષયમાં નાપાસ થવા વાળા વિદ્યાર્થીઓ વધુ છે ત્યારે ૧ર માં ધોરણમાં એવો નિયમ છે કે એક વિષયમાં નાપાસ થવા વાળા વિદ્યાર્થીઓ જુલાઇમાં આવતી પૂરક પરીક્ષા આપી પાસ થઇ શકે છે. ત્યારે ૧ર સાયન્માં આ વર્ષે દરમિયાન બે વિષયમાં નાપાસ થવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વાલીઓ દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા આ વર્ષ દરમિયાન બે વિષયમાં ૧ર સાયન્સના વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે તો તે જુલાઇમાં પુરક પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે. પરિણામે બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં. ત્યારે ઝાલાવાડ પંથકમાં ૧ર સાયન્સના બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીમાં સરકાર દ્વારા આ રજુઆત કરતા આનંદ ફેલાયો છે.

(11:46 am IST)