સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

તળાજામાં ઋતુજન્ય રોગચાળોઃ ઉનાળો આકરોઃદર્દીઓની અચાનક વધેલી સંખ્યા

ભાવનગર, તા.૧૬: સામાન્ય રીતે ખાલી રહેતી તળાજા રેફરલ હોસ્પિટલ ના.ઇન્ડોર વિભાગના તમામ ખાતળાઓ.આજે દર્દીઓથી ભરાયેલા જોવા મળેલ.  તબીબે જણાવ્યુ હતું કે ઋતુજન્ય રોગચાળો છે. લોકોને ઉનાળો આકરો પડી રહ્યો છે.

તળાજામાં ઘરે ઘરેફરીને આરોગ્ય લક્ષી કામગીરી કરે તેવા આરોગ્ય વર્કરોની ખેંચ છે. એક વર્ષમાં ભાગ્યેજ આરોગ્ય વર્કરો આરોગ્યની કામગીરી ઘરે ઘરે જઈને કરતા જોવા મળે છે. ચોક્કસ દિવસે તળાજા શહેરમાં આરોગ્ય લક્ષી કામગીરી,સર્વે થાય તેવું આયોજન થયા છે પણ વધારે કાગળ પર ચિતરામણ હોય તેવો તળાજા વાસીઓ અને ખાસ જાણકારો અનુભવ કરી રહ્યા છે.

જેના પગલે તળાજા રેફરલ હોસ્પિટલના ઈન્ડોર વિભાગને દર્દીઓથિ ભરાયેલો જોવા મળ્યો. દર્દીઓની અચાનક વધેલી સઁખ્યાને લઈ તબીબ પારસ પનોત એ જણાવ્યું હતુંકે છે્લલા બે ત્રણ દિવસની ગરમી, લગ્નની સીઝનના કારણે પીરસવામાં આવતું ભોજન,અને પાણી સહિતના કારણો છે.જેને લઈ પેટના દુખાવો, ટાયફોડ,અને ઝાડા ઉલટીના કેસ છે.

આકરા તાપના કારણે લોકોએ સ્વંય જાગૃતતા અને ખાણી, પીણીની વસ્તુઓ આરોગવામાં કાળજી લેવાની જરૂર છે.

(11:44 am IST)