સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

તળાજાનાં દરિયા કિનારે બાજ નજર રાખવા તાકીદઃ સ્પેશ્યલ ઓપેરેશન ગ્રૃપ દ્વારા મેથળામા કાર્યક્રમ

ભાવનગર, તા.૧૬: તળાજા તાલુકાને જિલ્લામાં સૌથી વિશાળ દરિયા કિનારો મળ્યો છે. આર્થિક રીતે આશીર્વાદ રૂપ બની શકે તેવો દરિયા કિનારો આતંકવાદી કે દેશના ગદારો માટે પ્રવેશ દ્વાર અથવાતો આશ્રય સ્થાન ન બની રહે તેમાટે લોકો માં જાગૃતતા લાવવા જીલાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમ દ્વારા મેથળા ગામેં લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મુંબઈ આતંકવાદી હુમલાની ઘટના અને પાકિસ્તાન સાથેના સંબધ વણસ્યા બાદ દેશની સુરક્ષા એન્જસીઓ દરિયા વાતે આતંકી કે દેશને નુકશાન કરતા તત્વો દેશમાં પ્રવેશ નકરે અથવા તો નિર્જન વિસ્તારને આશ્રય સ્થાન ન બનાવે તેમાટે સ્થાનિક લોકોજ મદદગાર નીવડી શકે .

તેવી વિચારધારા સાથે આજે તળાજાના મેથળા ગામે જિલ્લા પોલીસ વડાના સીધાંજ માર્ગદર્શન નીચે કામ કરતી એસ.ઓ.જી પોલીસ ટીમ દ્વારા સ્થાનિક રહીશો,દરિયા ખેડુ સાથે બેઠક યોજી હતી.

દરિયામાં કે કિનારે પર કોઈ અજણ્યા તત્વોની હિલચાલ કે અજાણ્યા વ્યકિતના આંટાફેરા મારતા વર્તઇ તો દેશની સુરક્ષા કાજે સાવચેતી ખાતર તાત્કાલિક સુરક્ષા એજન્સીને જાણ કરવા જણાવ્યું હતું.

(11:43 am IST)