સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

તળાજામાં બપોર વચ્ચે પાણી સહિતના પ્રશ્નો માટે કાર્યક્રમ રખાતા રોષ

ભાવનગર, તા.૧૬: તળાજાના ધારાસભ્ય એ થોડા દિવસ પહેલા અખબારી યાદી દ્વારા તળાજા વિસ્તારમાં પાણી ન પ્રશ્ને આંદોલન કરવાની ચીમકી આપી હતી. પણ ધારાસભ્ય પાણી ન પ્રશ્નો ને લઈ પોતાનાજ વિસ્તારમાં અજાણ હોય તેવું લાગી રહયુ છે.કારણકે આવતીકાલ ગુરુવારે પાણી સહિતના પ્રશ્નો ધારાસભ્ય સાંભળશે. જેથી લેખિતમાં લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તળાજા કોંગ્રેસના તાલુકા શહેરના દિગુભા ગોહિલ, હિરેન ત્રિવેદીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે તા.૧૬ને ગુરુવારના રોજ બપોરના ૨થી૪ તળાજા સ્થિત કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળશે. જેમાં ઉલ્લેખ ખાસ કરવામાં આવ્યો છેકે પાણીની સખત હાડમારી હોય તો લેખિતમાં રજૂ કરવા. તેના માટે સરપંચ અને પ્રીતિનિધિ એ હાજર રહેવું.

અખબારી યાદી જોતા કહી શકાય કે ધારાસભ્યને પોતાના વિસ્તારમાં કયાં પાણીની સમસ્યા છે તે શું ખબર નહિ હોય? લોક પ્રશ્ન સાંભળવાનો સમય પણ ધોમધખતા તડકા એટલેકે બપોરના બે વાગ્યે બાદ રાખવામાં આવ્યો છે. કાળા તડકામાં ગામડેથી લોક પ્રશ્નો કહેવા કોણ આવશે? પખવાડિયા પહેલા પાણી પ્રશ્ને આંદોલનની ચીમકી આપી હતી તેનંુ શુ થયુ? આવા અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.

(11:43 am IST)