સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સુસવાટા : ધુપ-છાંવ : ધૂળની ડમરી

મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરતા ગરમીમાં રાહતઃ બપોરે ઉકળાટ યથાવત

તસ્વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાનના વાતાવરણ સાથે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગઇકાલ બપોર બાદથી પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે અને ધુપ-છાંવનો માહોલ છે. આવા વાતાવરણ સાથે ધુળની ડમરીઓ ઉડી રહી છે.

મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરતા ગરમીમાં રાહત છે જો કે બપોરના સમયે બફારા સાથે ઉકળાટના માહોલ સાથે ધુળની ડમરીઓ ઉડી રહી છે.

દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરરૃપે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન વરસાદ પડવાની આગાહી વચ્ચે બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાંય માવઠું પણ થયું નથી અને ગાજવીજ કે તેજ પવન પણ રહ્યા નથી, અલબત્ત, હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ઉષ્ણાતામાન થોડું નીચું ઉતર્યું છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત વર્તાઇ હતી.

ખેડૂતો માટે ખુશખબરરૃપે હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ વહેલુ થવાના સંજોગો ઉજળા બન્યા હોવાથી આંદામાન-નિકોબાર અને તેને સંલગ્ન વિસ્તારો તથા બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં ૧૮ અને ૧૯ મે આસપાસ પહોંચી શકે છે. હાલ ઉતર રાજસ્થાનમાં સાયકલોનિક સકર્યુલેશન અને દક્ષિણ મધ્યપ્રદેશમાં 'થ્રી' પ્રવર્તે છે ત્યારે હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, ગુરૃવારે ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે ગાજવીજ અને તેજ પવન સાથે હળવો-મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ પવનની ઝડપ વધીને કલાકના ૩૦થી ૪૦ કિ.મી. સુધી પહોંચી જવા સંભવ છે.

આ દરમિયાન, મંગળવાર કરતા બુધવોર વેરાવળ, દ્વારકા, ઓખા, નલિયામાં તાપમાન થોડું ઉચકાયું છે. હતું. જયારે ભાવનગર, ભુજ, કંડલા, દીવમાં સામાન્ય ફેરફાર સાથે એકંદરે જળવાઇ રહ્યું હતું, તો રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી અને મહુવાના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.

રાજકોટમાં સરેરાશ ર૦ કિલોમીટર પ્રતિ કલાક, મહુવામાં ૧૮, પોરબંદરમાં રર અને ભાવનગર તથા કંડલામાં ર૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. આને લીધે ગરમીમાં થોડી રાહત અનુભવાઇ છે, પરંતુ તાપનું સ્થાન ભારે બફારાએ લીધું હતું. ખાસ કરીને દરિયાકાંઠાના પોરબંદર, વેરાવળ, દ્વારકા, ઓખા, નલિયા, મહુવા અને દીવમાં હવામાં ભેજની માત્ર વધારે રહી હતી અને બફારાએ લોકોને અકળાવી દીધા હતાં.

ગોંડલ

ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ છે અને મિશ્ર રૃતુના અનુભવ સાથે પવન ફૂંકાઇ રહ્યો છે.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩પ.૪ મહત્તમ, ર૬.ર લઘુતમ, ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૮.પ)

ગઇકાલે ગુજરાતના ઉ.માન ૩ર.થી ૪૦ ડીગ્રી રહ્યું  કયાં કેટલુ હવામાન

રાજકોટ, તા. ૧૬ : ગઇકાલે ગુજરાતમાં નોંધાયેલ હવામાનના આંકડા નીચે મુજબ છે.

શહેર

મહત્તમ ડીગ્રી

અમદાવાદ

૪૦.૦ ''

ડીસા

૩૮.૬ ''

વડોદરા

૩૯.પ ''

સુરત

૩૩.૭ ''

જામનગર

૩પ.૪ ''

રાજકોટ

૩૯.૯ ''

ભાવનગર

૩૭.૮ ''

પોરબંદર

૩ર.૬ ''

વેરાવળ

૩૩.૧ ''

દ્વારકા

૩૩.૯ ''

ઓખા

૩ર.૪ ''

ભુજ

૩૬.પ ''

નલીયા

૩૪.૬ ''

સુરેન્દ્રનગર

૪૦.૩ ''

ન્યુ કંડલા

૩૭.૧ ''

કંડલા એરપોર્ટ

૩૭.૮ ''

અમરેલી

૪૦.૦ ''

ગાંધીનગર

૪૦.૦ ''

મહુવા

૩૩.૪ ''

દીવ

૩૪.૦ ''

વલસાડ

૩૩.૪ ''

વલ્લભ વિદ્યાનગર

૩૯.૧ ''

(11:34 am IST)