સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th May 2018

૧૧૧ વર્ષે મૃત્યુને ભેટેલ દેવણબેન કયારેય માંદા પડયા ન હતાઃ પાંચમી પેઢી જોઈઃ તમામ કામ જાતે કરેલ

મૃત્યુના ૧૫ મિનિટ પહેલા ખીર ખાધેલઃ આઠ ભાઈ-બહેન બધા ૧૦૦ વર્ષ જીવ્યાઃ સૂત્રાપાડા તાબાના લાટી ગામની ભાગ્યે જ વાંચી હોય તેવી રસપ્રદ કથા

પ્રભાસપાટણ, તા. ૧૬ :. સુત્રાપાડા તાલુકાના લાટી ગામનાં દેવણબેન હિરાભાઈ સોલંકી ૧૧૧ વર્ષની મોટી ઉંમરે તા. ૧૪-૫-૧૮ના રોજ અવસાન પામેલ છે. દેવણબેન સોલંકીને આઠ ભાઈ-બહેનો હતા અને તેઓ તમામ ૧૦૦ વર્ષથી વધુ જીવીને મૃત્યુ પામેલ છે. જેમાં આઠ ભારૂમાં દેવણમા સૌથી વધુ ૧૧૧ વર્ષ સુધી જીવીને મૃત્યુ પામલે છે અને તેમના પરિવારની પાંચમી પેઢીને જોઈને મૃત્યુ પામેલ છે.

દેવણમાં જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કયારેય બિમાર પડેલ નથી અને ડોકટરની દવાઓ ખાધેલ નથી. તેમજ બહારની કોઈ ચીજવસ્તુ પણ ખાધેલ નથી અને તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ખૂબ જ તંદુરસ્ત જીવન જીવેલ સાથે પોતાનું તમામ કામ જાતે કરતા અને ખેતીના કામમાં પણ મદદરૂપ થતા, છેલ્લા મૃત્યુના ૧૫ મિનીટ પહેલા ખીર ખાઈ અને ઢળી પડેલા આવું ૧૧૧ વર્ષનું ખૂબજ સારૂ જીવન જીવી અને મૃત્યુના સમયે પણ દુઃખી થયા વગર સ્વર્ગવાસ થયેલ છે. તેમનો પાંચ પેઢીનો વિશાળ પરિવાર પણ દેવણમાંના અવસાનથી દુઃખી થયેલ છે અને તેમનું બેસણુ તા. ૧૭-૫-૧૮ ગુરૂવારના તેમજ તેમની ઉતરક્રિયા તા. ૨૧-૫-૨૦૧૮ને સોમવારના તેમના લાટી ગામે નિવાસ સ્થાને રાખેલ છે.

(12:01 pm IST)