સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th May 2018

રાજપરા (ઠાડચ) ગામે દિલ્હીના ૬ વર્ષના બાળકને પાડોશી ડુંગરમાં લઇ જઇ દુષ્કર્મ આચરી ધમકી આપી

ભાવનગર, તા. ૧૬ : રાજપરા (ઠાડચ) ગામે દિલ્હીથી આવેલ ૬ વર્ષના બાળકને નજીકમાં જ રહેતો અઢારેક વર્ષનો પપ્પુ નામનો શખ્સ રમાડવાના બહાને નજીકના નિર્જન વિસ્તારમાં બપોરના ચારેક વાગ્યાના સમયે લઇ ગયેલ હતો.

એકાદ કલાક બાદ બાળક ઘરે આવતા બાળકના વસ્ત્રો પર લોહીના ડાઘા જોવા મળતા પૂછપરછ અને શારીરીક તપાસ નજીકના ખાનગી દવાખાને કરાવતા બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત આચર્યાનું બાળકના મમી અને ફઇને જાણમાં આવેલ.

જેને લઇ તળાજા ૧૦૮ને જાણ કરતા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં ઙ્ગઆવેલ. જયાં બાળકના ફઇએ પપ્પુ નામના ઢગાએ આચરેલ દુષ્કર્મની વાત સાથે ઉમેર્યું હતું કે દુષ્કર્મ આચર્યા બાદ બાળકને ઢોર માર મારવામાં આવેલ હતો. છરી બતાવી કોઇને કહીશ તો મારી નાંખવાની ધમકી આપી હતી.

બાહ્ય શરીરીક ઇજાના નિશાનો બાળકને જોવા મળી રહ્યા છે. મોઢા, હોઠના ભાગે અને પીઠના ભાગે ઇજા જોવા મળે છે. નખ વાગ્યાના નિશાન જોવા મળે છે. ગુદાના ભાગે પણ ઇજા જોવા મળે છે તેમ તબીબે જણાવ્યું હતું. જોકે વધુ મેડીકલ તપાસ પોલીસ ફરીયાદ બાદ થશે. (૮.૮)

 

(11:22 am IST)