સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામ દ્વારા કડક નિયમ સાથે સ્વૈચ્છિક લોકડાઉન ગ્રામપંચાયતે ગ્રામજનોને સાથે રાખીને કડક નિયમો સાથે લોકડાઉન જાહેર કર્યું છે.

રાજકોટ: કોરોના વાયરસના કેસ શહેરમાં જે રીતે વધી રહ્યાં છે તે રીતે હવે ગ્રામીણ વિસ્તારમાં પણ કેસમાં ઉછાડો જોવા મળી રહ્યો છે,આવા સમયે રાજકોટ જિલ્લાના અનેક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે,ત્યારે રાજકોટ શહેરથી 22 કિલોમીટર દુર આવેલ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે પણ સ્વયં જાગુતતા દાખવીને કોરોનાને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણયનો ગ્રામજનો ચુસ્તપણે પાલન પણ કરી રહ્યાં છે,ગુંદાસરા ગામમાં કોરોનાના 3-4 કેસ આવતા ગ્રામપંચાયતે ગ્રામજનોને સાથે રાખીને કડક નિયમો સાથે લોકડાઉન જાહેર કર્યું છે.

રાજકોટ સહિતના મહાનગરોમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે,આવા સમયે શહેરની જાગુત પ્રજાને રાજકોટ જિલ્લાના ગુંદાસરા જેવા અનેક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉનો નિર્ણય કરીને શીખ આપી છે,ગુંદાસરા ગામમાં પાછલા કેટલાક સમયથી કરવામાં આવેલ લોકડાઉનના કારણે નવા કોરોના વાયરસના કેસ પણ નથી આવ્યાં અને પોઝેટીવ કેસો રીકવર થવા લાગ્યાં છે,ગુંદાસરા ગ્રામ પંચાયત દ્વારા લાગુ કરવામાં આવેલ તમામ નિયમોનું ગ્રામજનો ચુસ્તપણે પાલન કરે છે,

ગુંદાસરા ગામમાં લોકડાઉન અંગે જાહેર કરેલ કડક નિયમો..

(1)     કોઇપણ વ્યક્તિએ જરૂરી કામ સિવાય ઘરની બહાર નિકળવું નહીં,કામ માટે ઘરની બહાર નિકળતા સમયે માસ્ક ફરજીયાત પહેરવું,માસ્ક ન પહેરનારે રૂ.200 દંડ ભરવાનો રેહશે.

(2)     ગ્રામ પંચાયત કે વહીવટી કામો માટે અત્યંત જરૂરી હોય તો જ જવું,

(3)     તાવ,શરદી,ઉધરસ,ગળામાં બળવું જેવા સામાન્ય લક્ષણો જણાતા,તાત્કાલિક ડોક્ટર અથવા આશાવર્કરનો સંપર્ક કરવો,(આશાવર્કર) મમતાબેન ઉમરાણીયા મો.7567875206)

(4)     લગ્ન અને મરણ સિવાયના પ્રસંગોનું આયોજન ન કરવું, લગ્ન પ્રસંગ માટે ગ્રામ પંચાયતની મંજુરી લેવી ફરજીયાત છે,મરણના કિસ્સામાં સગાસંબંધીઓને બોલાવવા નહીં,માત્ર પરીવારના 5 થી 10 લોકોએ જ અંતિમયાત્રામાં સામેલ થવું,બેસણાનું પણ આયોજન ન કરવું,ટેલીફોનીક બેસણું કરવું,

(5)     ગામ અને સોસાયટીમાં આવેલ તમામ દુકાનો સાંજના 6 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવી.દુકાનો પર ફરજીયાત સેનીટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશ્યલ ડિસ્ટરન્સ જાળવવું,ગ્રાહકે ખરીદી બાદ દુકાને ઉભું રહેવું કે  બેસવું નહીં.

(6)     ગામમાં આવેલ તમામ મંદિરો પર હાલની સ્થિતિએ દર્શન બંધ રાખવામાં આવેલ છે,જેથી કોઇએ મંદિરે જવું નહીં.

(7)     45 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકોએ કોરોનાની રસી ફરજીયાત લેવા માટે વિંનતી છે.

(8)     ગામમાં ઓટે કે જાહેર જગ્યા પર કોઇએ ટોળે વળીને બેસવું નહીં.

(9)     અત્યંત જરૂરી કામ સિવાય કોઇપણ બહાર ગામના લોકોને (ફેરીયાઓ) કે સગાસબંધીઓે (મહેમાનો)ને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

(10)    કોરોના પોઝેટીવ દર્દીઓ હોમ ક્વોરનટાઇન હોય તેઓએ ઘરની બહાર ન નિકળવું,અન્યથા ફોજદારી ગુનો નોંધવામાં આવશે,પોઝેટીવ દર્દીઓએ પોતાના વાહનોની ચાવી ગ્રામ પંચાયત ખાતે જમા કરાવવી.

(10:44 pm IST)