સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

જખૌમાં ઝડપાયેલા ૮ પાકિસ્તાની ડ્રગ્સ કેરિયરો ૧૨ દિવસના રિમાન્ડ પર : એટીએસ કરશે પૂછપરછ

૩૦૦ કરોડનું ચરસ પંજાબ મોકલવા માટે જખૌમાં ડિલિવરી આપવાનું હતું, 'હાજી' નામના શખ્સની ભૂમિકા ચર્ચામાં

ભુજ : ભારતીય જળસીમામાં દ્વારકા એસઓજી, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશનથી ઝડપાયેલા ૩૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં ૮ પાકિસ્તાનીઓને ભુજ કોર્ટમાં રજુ કરાયા હતા. જિલ્લા મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આ કેસ અંગે આપેલી વિગતો પ્રમાણે ભુજ કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ આપ્યા છે. હવે ગુજરાત એટીએસ આ પાકિસ્તાની આરોપીઓની પૂછપરછ કરશે. દરમ્યાન ૩૦ કિલો ચરસ પંજાબ મોકલવા માટે કોને ડિલિવરી આપવાની હતી તે અંગે સુરાગ મેળવવા તરફ તપાસનીશ એજન્સીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો, આ દરમ્યાન હાજી નામના શખ્સની ભૂમિકા પણ ચર્ચામાં છે.

(10:32 pm IST)