સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

જેતપુર ખાતે “શ્રી હિરપરા શૈક્ષણિક સંકુલ”મા કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરવામા આવશે : જયેશભાઈ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જેતપુર-જામકંડોરણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના સક્રીય પ્રયાસોથી થોડા દિવસ પહેલા “જામકડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય”ખાતે ૨૬૪ બેડનુ કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરીને આ વિસ્તારના કોરોનાગ્રસ્ત દર્દીઓને વિનામુલ્યે સારવાર મળી રહે એવી વ્યવસ્થા કર્યા બાદ જેતપુર શહેર ખાતે પણ આ સુવિધા વિનામુલ્યે મળી રહે તે માટે હિરપરા સંકુલના ટ્રસ્ટીઓ તેમજ ઉઘોગપતિઓ, વેપારી આગેવાનો તેમજ સમાજના આગેવાનો સાથે મિટીંગ કરીને “હિરપરા સંકુલ” ખાતે ૧૨૦ બેડનુ કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરવા માટે આયોજન કરેલ છે.
હિરપરા સંકુલ-જેતપુર ખાતે કોવીડ હેલ્થ સેન્ટર તા.૧૯/૪/૨૧ ના રોજ શરૂ કરવામા આવશે.
તેમ મંત્રી જયેશભાઇ રાદડિયા એ જણાવેલ હતું

(9:14 pm IST)