સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

દેવભૂમિ જીલ્લામાં પોઝીટીવ કરતા ડીસ્ચાર્જનું પ્રમાણ વધ્યુઃ રપ સામે ૩૯ સાજા થયાઃ જજ પછી બેલિફ પણ સંક્રમિત

ખંભાળીયા તા.૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા પોઝીટીવ કોરોના કેસનીસામે સાજા થવાનું પ્રમાણ દોઢુ થતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ છે.

ગઇકાલે ર૪ કલાકમાં કુલ રપ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા જેમાં દ્વારકામાં સૌથી વધુ ૧ર, કલ્યાણપુરમાં છ તથા ખંભાળિયામાં પાંચ અને ભાણવડમાં સૌથી ઓછા બે કેસ નોંધાયા છે.

નવા નોંધાયેલા કેસોમાં ભાણવડ શહેરમાં, રેટા કાલાવડમાં ભીંડા ખંભાળિયામાં કાનભુવન ધર્મશાળા, દ્વારકા, કલ્યાણપુર ગામ, સુરજકરાડી મીઠાપુર, જનુી ન.પા. પાસે દ્વારકા, શકિતનગર, મીઠાપુર, દ્વારકા, રબારી પાડો દ્વારકા ઘનશ્યામનગર, દ્વારકા, ટી.વી.સેનાન પાસે દ્વારકા વટવાળા દ્વારા, આવડપરા દ્વારકા, સુર્યાવદર, કલ્યાણપુર, રાણ કલ્યાણપુર, હાળવી કલ્યાણપુર, મોવાણી, ખંભાળિયા, ભોગાત, કલ્યાણપુર તથા ત્રણ કેસ ખંભાળિયા શહેરમાં નવા નોંધાયા છે.

એકિટવ ૧૯૯

ગઇકાલે ર૪ કલાકમાં કુલ ૩૯ દર્દીઓ સાથા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાય છે જેમાંં ખંભાળિયાના રર, કલ્યાણપુર નવ, દ્વારકાના છ તથા ભાણવડના બેનો સમાવેશ થાય છે. કુલ ૧૯૯ એકિટવ કેસ છે. ગઇકાલે એક સાથે ૩૯ ડિસ્ચાર્જ થતા બેવડી સદી ઉપરનો આંક ર૦૦ થી નીચે ગયો છે.

મૃત્યુનુ પ્રમાણ પણ વધ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સતત વધતી જતી સંખ્યામાં ગામડાઓમાં પણ વ્યાપક સંક્રમણ ફેલતા મૃત્યુનુ પ્રમાણ પણ વધ્યું છે.

બે દિવસ પહેલા ભાડથર ગામે બે આહિર જ્ઞાતિજનોનું કોરોના બિમારીમાં સારવાર લેતા મોત નિપજયું હતું કલ્યાણપુર તાલુકાના લાંબાની એક વૃદ્ધાને આંખની તકલીફ થતા ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલી જયાં પહોંચીને તેને સાવરાર મળે પહેલા જ તેનું મોત નિપજયું હતું તથા કલ્યાણપુરના દેવળીયા, રાણ, નંદાણા, સહિતના ગામોમાં પણ કોરોના મહામારીમાં ત્રણેક વ્યકિતઓના મોત નિપજયા હતા.

ગ્રામ્ય કક્ષાએ કોરોના હોસ્પટલમાં ના હોય દર્દીઓ સ્થાનિક તબીબો પાસે સારવાર લેતા હોય કોરોનાની પ્રેપટ ટ્રીટમેન્ટના થતા મૃત્યુ પામવાનું પ્રમાણ વધતું હોવાનું પણ કહેવાય છે.

જાનીના માનમાં શોકસભા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાલિકાના વોટર વર્કસ ઇન્જેર મુકેશભાઇ લાભશંકર જાનીનું કોરોના મહામરીમા મૃત્યુ થતા ગઇકાલે ચીફ ઓફિસરશ્રી અતુલચંદ્રસિંહાની અધ્યક્ષતામાં પાલિકાના કર્મચારીઓએ શોક ઠરાવ કરીને સદ્દગત સ્વ. મુકેશ જાનીને શ્રદ્ધાંજલિ અર્પી હતી તથા આજે શોક હડતાળ પણ રાખી હતી.

પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારો. ચેરમેને હિનાબેન આચાર્ય તથા ચીફ ઓફિસર અતુલચંદ્રસિંહા તથા સમગ્ર સ્ટાફ તથા તમામ પાલિકા સદસ્યો દ્વારા સદગતને શોકાંજલિ આપવામાં આવી હતી.

તમામ સ્ટાફના ટેસ્ટીંગ

વોટર વર્કસ, બાંધકામ તથા અન્ય વિભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ગઇ કાલે પાલિકા ચીફ ઓફિસરશ્રી સિંહાએ પાલિકાના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટીંગ કરાવી લીધો છે. જેના રીપોર્ટ પરથી પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કોરોના સંક્રમિત થતા ફફડાટ

ખંભાળિયા શહેરમાં પાલિકા, તાલુકા પંચાયત તથા રેવન્યુ, બેંકોમાં કોરોના સંક્રમણના કેસો સતત વધતા જતા હોય તેમાં ન્યાયતંત્ર પણ ઉમેરાયું છે.

એક ન્યાયાધીશ,પબ્લીક પ્રોસીકયુટરને કોરોના સંક્રમણ થઇ ગયા પછી બેલીફને પણ કોરોના પોઝીટીવ થતા વકીલો તથા સ્ટાફમાં ભરે ફફડાટ વ્યાપી ગયો હતો.

ખંભાળિયાના સિનીયર એડવોકેટ તથા સરકારી વકીલ કે.સી.દવેએ પાલિકા તંત્રને રજુઆત કરતા સેનેટરી ઇન્સ્પેકટર રમેશ વાઘેલાએ જાતે દેખરેખ નીચે ટીમ બતાવીને સમગ્ર બિલ્ડીંગ તથા ત્યાંની નજીકના વિસ્તારોને સેનેટાઇઝીંગ કરવા કાર્યવાહી હાથ ધરી હતી જો કે સતત કોરોના સંક્રમણ વધતું જતું હોય હવે વકીલો પણ કોર્ટમાં જવાનું ટાળવા લાગ્યા છે.

(1:06 pm IST)