સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

પોરબંદરમાં કોરાનાની સારવાર માટે રાજકોટ અમદાવાદ મુંબઇ સહિત શહેરોમાંથી આવતા દર્દીઓનો વધતો ઘસારો

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ : પોરબંદર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું વધતુ સંક્રમણ : કોરોના કેસનો સાચો આંકડો બહાર આવતો નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૩ :  સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સારવાર આપતી સરકારી અને ખાનગી હોસ્ટિલો ફુલ થઇ જતાં રાજકોટ જુનાગઢ અમદાવાદ અને કેટલાક મુંબઇથી પોરબંદરમાં કોરોનાની સારવાર લેવા આવતા દર્દીઓને ઘસારો વધતો જાય છે.

પોરબંદરમાં અન્ય શહેરોમાંથી કોરોના દર્દીઓ સારવાર લેવા આવતા હોય પોરબંદરની સરકારી અને ખાગની હોસ્પિટલો ફુલ થઇ ગયેલ છે ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓના બેડ ખૂટી પડયાં છે.

કોવિડ હોસ્પિટલમાં ર૦૦ થી વધુ કોરોનાના દર્દીઓ હોવાનું બહાર આવેલ છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક હજારની વધુ કોરના સંક્રમિત દર્દીઓ હોવાની ચર્ચા છે.

કેટલાકં કોરોના દર્દીઓ ખાનગી રીતે સારવાર લઇ રહ્યાં છે જેનો આંકડો બહાર આવતો નથી સરકાર દ્વારા પુરતુ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતુ ન હોય જિલ્લામાં કોરોના સંક્રમિતનો સાચો આંકડો બહાર આવતો નથી.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ જીવતા માનવ બોમ્બ સમાન ઘુમી રહ્યા છે સરકાર દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણને અંકુશમાં લેવા પગલા લેવાય તેવી માંગણી ઉઠી છે.

(1:01 pm IST)