સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

સાવરકુંડલામાં ખુમાણ પરિવારમાં એક સાથે ૭ વ્યકિતને કોરોના

સાવરકુંડલા,તા.૧૬: સમગ્ર ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ બાજ નજર સંયુકત કુટુંબ ઉપર ત્રાટકતી હોય તેવું લાગે છે. કારણ કે ત્યાં સૌથી વધુ જથ્થો વળી દરેક વયના મળી રહે છે. અને એટલે છેલ્લા અઠવાડિયાથી કોરોના ક્રૂર નજર સાવરકુંડલાના સૌથી મોટા ગીરાસદાર પરિવાર એટલે કુંડલા ખુમાણ પરિવાર સનરાઇઝ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ અને સુર્યોદય પેટ્રોલિયમ ઓનર હનુભાઇ ખુમાણના કુટુંબ ઉપર ફરી વળી છે. એકાદ નહીં પણ એક જ ઘરમાંથી સાત સાત વ્યકિતઓને ઝપટમાં લઇ લીધા છે. ઇષ્ટદેવશ્રી સુર્યનારાયણ ભગવાનની અસીમ કૃપાથી બધાની તબિયત સુધારા ઉપર છે. જલ્દીથી પુન : બધા તંદુરસ્ત થઇ જશે. એક જ પરિવારમાંથી કોરોનાએ ઝપટમાં લીધેલ (૧) પ્રતાપભાઇ, (૨) પ્રદ્યુમનસિંહ પ્રતાપભાઇ (૩) હનુભાઇ (૪) ઇલાબેન હનુભાઇ (૫) મહાવીરસિંહ હનુભાઇ (૬) જહાંવીબા મહાવીરસિંહ, (૭) કર્મવીરસિંહ.

(12:55 pm IST)