સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

મેચ ઉપર જુગાર રમી રહેલ લોકો પર બે જગ્યાએ ત્રાટકતી જામ-જોધપુર પોલીસ

જામજોધપુર,તા. ૧૬: શહેરમાં ક્રિકેટ મેચ પર જુગાર રમી રહેલ શખ્સો પર જુદી -જુદી જગ્યાએ દરોડા પાડતા પી.એસ.આઇ સવસેટા હેડ કોન્સ. અનોપસિંહ જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા જામજોધપુર સુભાષ રોડ પર ભગવતી એમ્પોરીયમના ઓટલા પર બેસી ક્રિકેટ પર સટ્ટો રમી રહેલ કિશન ભરતભાઇ રાજાણી ધંધો -રેડીમેડ કાપડની દુકાન રહેવાનું-વિજયનગર -તીરૂપતિ સોસાયટી જામજોધપુરને રૂપિયા મુદ્દામાલ ૧૧,૯૪૦ સાથે પકડી પાડેલ છે.

જ્યારે બીજો દરોડો બસ સ્ટેન્ડ સામે આવેલ દુકાનના ઓટલા પર બેસી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલ ધવલ ઉર્ફે કાનોકીશનભાઇ ખાંટ પટેલ ધંધો રસનો ચીચોડો રહેવાનું ખરાવાડ વિસ્તાર જામ-જોધપુરને મુદ્દામાલ રૂપિયા સહિત ૧૧,૨૬૫ સાથે પકડી પાડેલ છે.

 બન્ને દરોડામાં નસીબ કાંજીયા ફરાર જાહેર થયેલ છે.

 જામજોધપુર ગીંગણી રોડ પર મુકેશભાઇ જેરામભાઇ કડીવારની વાડીમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલ મુકેશ જેરામભાઇ કડીવાર સહિત વિમલ મહેન્દ્રભાઇ જોષી ભરત ગોવિંદ બકોરી દેવેન્દ્ર મગનભાઇ ઘેટીયા તથા અશોક ધરમશી બકોરી કુલ પાંચ લોકોને જામનગર એલસીબીએ  જુગાર રમતા રૂ. ૫૩૩૦૦ તથા મોટરસાયકલ નં. ૨ કિંમત ૭૦-૦૦૦ કુલ મુદ્દામાલ ૧/૨૩૩૦૦ સાથે પકડી પાડે છે. આ દરોડાની કાર્યવાહી જામનગર એલ.સી.બી.ના પ્રતાપભાઇ ખાચર દ્વારા કરવામાં આવેલ હતી.

(11:58 am IST)