સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

વાંકાનેર શ્રી ગાયત્રી મંદિરમાં ૫૦ બેડના કોરોના કેર સેન્ટરનો પ્રારંભ

વાંકાનેર,તા.૧૬ : વાંકાનેર મા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક આધ્યાત્મિક સ્થળ શ્રી ગાયત્રી મંદિર ખાતે ર્ડા ,હેડગેવાર જન્મ શતાબદી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાતઃ અને વેદમાતા ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતી જસદણ સીરામીકગ્રુપવાળા બેચરભાઈ પટેલ તથા તેમના પુત્ર પ્રજ્ઞેશભાઈ પટેલ તથા પરિવાર દ્વારા વાંકાનેરમાં કોરોનાની હાલ ખુબ જ મહામારી હોય વાંકાનેરમાં કોરોનાના દર્દીઓ માટે શ્રી ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે કોરોના કેર સેન્ટર શરૂ થયેલ છે

આ પ્રંસગે શ્રી ગાયત્રી પરિવારના શ્રી અશ્વિનભાઇ રાવલ , ઉદ્યોગપતી   પ્રજ્ઞેશભાઈ પટેલ, જેન્તીભાઇ ધરોડીયા તેમજ શ્રી ગાયત્રી પરિવારના સભ્યો હાજર રહેલ હતા, વાંકાનેરમાં કોરોનાના દર્દીઓ માટે એક માત્ર સીવીલ હોસ્પિટલ જ હતી, જેમાં પણ માત્ર ત્રીસ બેડની સુવિધા ઉપલબ્ધ છે,  સીવીલ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ પણ નથી, એમ.ડી. ડોકટર પણ નથી , વાંકાનેર ખાતે શ્રી ગાયત્રી મંદિર મા હવે કોરોના કેર સેન્ટર શરૂ થતા વાંકાનેર ની પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી છે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઘર જેવી કોરેન્ટાઈન સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે રહેવા, જમવાની તથા તબીબ ની વિના મુલ્યે સુવિધા ઉપલબ્ધ છે. 

હેલ્પલાઇન :  અશ્વિનભાઇ રાવલ મોં : ૯૪૨૮૨ ૯૭૯૭૮ પ્રજ્ઞેશભાઈ પટેલ મોં : ૯૮૨૫૨ ૨૨૮૫૫ , હિરેનભાઈ પારેખ મો. : ૯૨૨૭૮ ૨૧૯૯૯, રાહુલભાઈ જોબનપુત્રા મોં : ૯૨૬૫૦ ૬૬૦૯૬,  સ્થળ : શ્રી ગાયત્રી મંદિર , વાંકાનેરનો સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:58 am IST)