સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

જામકંડોરણામાં કેન્દ્રમાં કોરોનાની પરિસ્થિતિને લીધે આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરાઈ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૧૬ :. કેન્દ્રમાં સરકારના ટેકાના ભાવે ચણા વેચાણ માટે નોંધાયેલા ખેડૂતોએ કોરોના સંક્રમણની વધતી પરિસ્થિતિના કારણે જામકંડોરણા કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી આજ તા. ૧૬-૪-૨૦૨૧થી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

જેથી ખેડૂત મિત્રોએ ચણા લઈને ખરીદ કેન્દ્ર ખાતે નહીં આવવા પુરવઠા નિગમના ગોડાઉન મેનેજર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

(11:57 am IST)