સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

પોરબંદર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાના વાવેતરનો ઇશારો

સારા ભાવની લાલચમાં ખેડૂતો આકર્ષાય છેઃ કાલા સોનાનો કોર્ડવર્ડઃ અગાઉ ઘઉંના પાકની આડાશમાં મોટેપાયે ગાંજાનું વાવેતર ઝડપાયેલ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ : દેશ હિત માટે સર્વે કરીને નજર રાખતા ડેન્જર અને ચાર્લીને પોરબંદર જિલ્લાના સરહદી કેટલાંક ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાના વાવેતરનો ઇશારો કરેલ છે.

દેશની સુરક્ષા ધ્યાને રાખી સંવેદનશીલ ગુજરાત ૧૬૦પ કિલો મીટર ના દરિયા કિનારા પર રાષ્ટ્રપ્રેમીથી પ્રેરાય બાજ નજર રાખતા પોરબંદર વિસ્તારના ડેન્જર ચાર્લી અને દેવભૂમિ દ્વારકા-જામનગર જીલ્લા અરબી સમુદ્રના અખાત અરબી સમુદ્રના ખુલ્લામાં બાજ નજર રાખતા સજાગના બનાવવા રોબર્ટ રોઝી પોતાના સેવાકાળના ૩પ વર્ષના સમય દરમ્યાન દેશ દ્રોહી ગદાર પ્રવૃતિ થતી રોકવા માટે સમય આંતરે સર્વે કરી જે જે ઇશારા ચેતવણી આપી રાષ્ટ્રીય ધર્મ ફરજ બજાવી છે. અને બજાવી રહ્યા અને દેશની પડકાર રૂપ ભૂમિકા સાગર કાંઠાની પ્રવૃતિના જે જે ઇશારા કરી રાષ્ટ્ર પ્રેમ દર્શાવે છે.

ગુજરાતમાં કાર્યરત વિધાનસભામાં અમરેલી જીલ્લાના કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ અને વિધાનસભા વિરોધી પક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવતા પરેશ ધાનાણીએ ચાલુ વિધાનસભાના સત્ર દરમ્યાન પ્રશ્નોતરી કાળમાં ચોંકાવનારી વિગત રજૂ કરતાં સવાલ પૂછેલ અમરેલી જીલ્લામાં કેફી પદાર્થ  અફીણનું વાવેતર દોઢ વિઘા જમીન કરવામાં આવેલ છે. પોલીસે પકડયું સરકાર પાસે પ્રત્યુતર માંગ્યો એકાએક પોલીસની કામગીરી કાર્યકતામાં જાગૃતી આવી. રેરજની શરણાઇ વગાડી આ વાવેતર કેટલાક સમયથી થતું હશે ?

આવી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં વાવેતરની છે કે નહીં એની પણ તપાસ થવી જરૂરી છે. દેશી પ્રેમી ડેન્જર ચાર્લી પોરબંદર જીલ્લા અને દેવભૂમિ દ્વારકા કેફી નશીલા પદાર્થનું વાવેતરનો ઇશારો કરે છે. આશરે ર૦ વરસ બે દાયકા પહેલા આસપાસ પોરબંદર પંથકના તાલુકાના જે તે સમયના ઉપનગર છાંયાની ખેતરાઉ વાડીમાંથી પૂર્વ કિર્તી મંદિર પોલીસ અને ઇન્ચાર્જ કમલાબાગ પો. ઇન્સ. મોટા પાયે ગાંજાનું વાવેતર પકડેલ. ઘઉં - આડસમાં આ ગાંજાનું વાવેતર થયેલ જે તે સમયના બજાર ભાવની કિંમત આંકવામાં આવી. કમલાબાગ પોલીસમાં ગુન્હો નોંધાયેલ. ત્યારબાદ એકાદ્વાર ગુન્હો નોંધાયેલ પોલીસ દફતરે ચડેલ હોય તો ભલે ગાંજા સાથે ઘરાઉ ભાંગનૂં પણ વાવેતર થતું હોવાનું પણ ચર્ચામાં છે. પોરબંદર શહેરી વિકસીત વિસ્તારમાં પ્રતિબંધીત કેફી પીણું ઘુસાડાયા છે. અને તેનું વિતરણ પણ કરાય છે. બરડા ડુંગર વિસ્તારમાં ડુંગરની કોતરમાં આવેલ પાણી વોંકળા, ઝરણા, સહેલાયતી ભઠ્ઠી પ્રગટાવવા ચાલુ રહેતી સુકા લાકડા મળી રહે તે સ્થળે ભઠ્ઠી ઉતારાય છે. પોલીસ એજન્સી દ્વારા સમય આંતરે રેઇડ નાખવામાં આવે છે.

જે આંતરડા-લીવર માટે તેમજ કિડનીને દારૂ નુકશાન કરતા છે. પરંતુ હપ્તા રાજનું મોટું સામ્રાજય છે.

આશરે પંદરેક વરસ આસપાસના જામનગર રાજવીએ બરડા ડુંગર દેશી દારૂની ભઠ્ઠી ધમધીમે તેવી રજૂઆત ગાંધીનગર સરકારમાં કરેલ. લાંબી લડત બાદ મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ઉતારવામાં આવેલ. પોરબંદર-જામનગર પોલીસનું જોઇન્ટ ઓપરેશન પરંતુ પરિણામ...? પરિસ્થિતિમાં કોઇ ફેર પડયોઃ તે પ્રશ્ન છે.

પોરબંદર જીલ્લા પાડોશી જીલ્લા દેવભૂમિ દ્વારકા જામનગર-રાજય કે ધોરી માર્ગ ટચ વાડી ખેતરમાં આ વાવેતર છુપ્યું કરવામાં આવે છે. અને સીધી વાહન મારફત નિકાસ થઇ જાય. તેવી ચર્ચા છે.

ચોંકવનારી વિગતે એવી છે કે, અફઘાન તેમજ આરબ રાષ્ટ્ર ઇરાક-ઇરાનમાં અફીણ - ચરસ વિગેરેનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. કોઇ પ્રતિબંધ નથી. બંદર વિસ્તારમાં બૈરાંઓ કેફી પદાર્થ ધુમ વહેંચાણ કરતાં હોવાનું તેમ ખુદ નશોક કરતાં હોવાનું જાણકારો દ્વારા જાણવા મળે છે.

અફીણનું વાવેતર ગુજરાતમાં પગ પેસારો થયા અને સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લામાં વાવેતર થવાનું બહાર આવ્યું. વિધાનસભામાં પણ ચમકયું પોરબંદર વિસ્તારમાં પણ છુપ્યું વાવેતર સરહદી-વાડી - ખેતરમાં ધીમી ગતિએ શરૂઆત થયેલ છે. ચર્ચા પ્રમાણે ઉદ્યોગીક વિસ્તારની ખેતરાઉ જમીનમાં વાવેતર થઇ રહેલ છે. છાંયા વિસ્તાર ખેતરોમાં ગાંજો - ભાંગના વાવેતર મર્યાદીત માત્રામાં વાવણી જરાય છે. દેવભૂમિ - દ્વારકા-ભાણવડ તાલુકામાં કેટલાંક વિસ્તાર ચર્ચત છે. ગીરમાં એકાંતમાં તપશ્ચર્યા કરતાં સાધુ-સંતો - ગાંજા -ચરસ ભાંગનો ઉપયોગ પરસીમાં રહેવા કરે છે. કયાંક - કયાંક અફીણ ધોવાય અથવા અફીણના ફુલ ડોડવા પાણીમાં પલળા ઉકાળાય  છે. તેનો નશો કરાય છે.

હજુ પણ કયારેક પ્રસંગો પાત કેટલાંક અફીણનો ડાયરો કરે છે. અફીણ ધોળાનું તેને કસુંબો કહેવાનો ખાસ મહેમાનગતિમાં અફીણ ધોળાનું કુસુંબો ધોળાય તે સેવા માય નાની પ્યાલી હોય છે. તે ધોળનાર અલગ હોય છે. અફીણના બંધાણી હતાં. અફીણના કેફમાં પોરસાય જાય. આ ઉપરાંત અગાઉ નાના બાળકને અફીણ પાણીમાં ધોળી નિયમત પીવડાવવામાં આવતું તેની વ્યાખા 'અમલ'ના નામની હતી. રાયના દાણા કરતાં ઓછી માત્રામાં માતા પોતાના બાળકને 'અમલ' અફીણ ધોળી પીવડાવની અમલ કહેવાય. ખાસ કરી માતૃત્વનું પૈયપાન કરતાં બાળકને કોઇ તકલીફ હોય. અનિંદ્રા હોય પેટના દુઃખાવામાં વિગેરે ઉપયોગ અગાઉ થતો આજના જમાનામાં ગ્રામ્ય વોટરનો ઉપયોગ થાય. વધુ માત્રા અફીણ લેવાયનો અપ્રિય ઘટના જાણ બને આ જે જંતુનાશક દવાઓ સ્થાન લીધું છે. અફીણનો બંધાણી કયાંથી મેળવે છે. અફીણ-અમલની બજાર કિંમત પણ સારી મળે છે. અફીણ-અમલ શબ્દના બદલે કાળુ સોનું - બ્લેક ડાયમંડથી ઓળખ છે. ખેડૂતોને સારો ભાવ મળે છે. તે લાલચમાં વાવેલ પાકમાં સાઇડ વાવેતર પ્રતિબંધીત વનસ્પતી - પદાર્થનું કરે છે. હજુ તો પ્રારંભ છે. સમય જતાં હબ બની જશે. તે તરફ ઇશારો છે.

(11:55 am IST)