સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

પોરબંદરમાં ઝડપભેર ફેલાતુ કોરોના સંક્રમણ : વધુ ૮ નવા કેસ

કોરોનાની સારવારમાં ૩ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલોમાંથી રજા અપાઇ

પોરબંદર,તા.૧૬ : શહેર  જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર આગળ વધતુ જાય છે કોરોના પોઝીટીવના વધુ ૮ નવા કેસ આવતા જિલ્લામાં અત્યાર સુધીના કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા કુલ ૧૦૨૨ પહોંચી છે.

કોરોનાના નવા ૮ પોઝીટીવ કેસ બોખીરા, કુણુવદર, મીલપરા, જ્યુેબેલી તથ ાબીરલા હોલ પાસેના વિસ્તાર માંથી આવ્યા છે સીવીલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં રહેલ ૩ દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

શહેરમાં ચર્ચા મુજબ કોરોના સંક્રમણ વધતા વ્હોરાવાડીમાં કોરોનાના ૧૭ કેસ , બીરલા હોલ વિસ્તારમાં ૫ થી ૬, રજીવનગરમાં ૭ થી ૮ તેમજ ઝંડુબા અને કડીયા પ્લોટમાંથી અનેક કોરોનાના કેસ આવ્યાની ચર્ચા છે સરકારના રેકોર્ડ ઉપર કોરોનાના કેસની ખરી હકીકત નહી દર્શાવાતી હોવાની પણ ફરીયાદો ઉઠી છે.

(11:54 am IST)