સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

જેતલસર નજીક સાંકળી ચેક પોસ્ટ પાસેથી બે ઇસમ વિદેશી શરાબ સાથે ઝડપાયા

(કુલદિપ જોશી)જેતલસર,તા. ૧૬:જેતલસર નજીક સાંકળી ચેક પોસ્ટ પાસે સવારે વિદેશી શરાબની ડિલિવરી આપવા નીકળેલા બે ઈસમ પોલીસના સકંજામાં. જેતપુર તાલુકા પોલીસે પકડી કોરોના રિપોર્ટ કરાવતા બંને આરોપી નેગેટિવ આવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો જેતલસર નજીક સાંકળી ચેક પોસ્ટ પાસે થી વિદેશી શરાબની ડિલિવરી આપવા નીકળેલા બે ઈસમોને જેતપુર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.જેમાં આરોપી ધવલ ગોવિંદ વાજા (ઉ.વ.૨૧)રહે. બીજગામ અને અંકુશ અજય મકવાણા (ઉ.વ.૨૪)રહે.મધુરમ સોસાયટી જૂનાગઢ વાળાને પકડી લઇ તમામ મુદા માલ જપ્ત કરી ફરિયાદ નોંધી બન્ને આરોપીના કોરોના ટેસ્ટ કરી રિપોર્ટ નેગેટિવ આવતા ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ કામગીરી જેતપુર તાલુકા પોલિશ મથકના પી એસ આઈ બાટવા તેમજ એ.એસ.આઈ મુસ્તકભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સ. દિનેશભાઇ ખાટરિયા,પ્રદીપભાઈ આગરિયા અને હાર્દિકભાઈ ભિંભા એ કામ ગિરી બજાવી વધુ એક પ્રોહીબીસનનો કેશ પોલિશ ચોપડે ચડાવ્યો હતો.

(11:53 am IST)