સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

ગોંડલની અમૃત કોવિડ હોસ્પિટલને ખાનગીને સોંપવા અંગે વિરોધનો વંટોળ : વેન્ટિલેટરના અભાવે જૂનાગઢના સોની આધેડનું મોત

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ,તા. ૧૬: ગોંડલ શહેરમાં દિનપ્રતિદિન કોરોના વાઈરસનાં વધતા જતા કેસને લઈને લોકોમાં તેમજ તંત્રમાં ચિંતાનું મોજુફરી રહ્યું છે ત્યારે મૃત્યુ દર પણ ચિંતાજનક વધી રહ્યો છે ત્યારે લોકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે ધ્યાનમાં લઈને ખટારા સ્ટેન્ડ પાસે આવેલ અમૃત કોવિડ હોસ્પિટલ સરકાર હસ્તક ચાલુ કરવામાં આવી હતી પરંતુ માત્ર છ દિવસની અંદર ખાનગી ડોકટરોને સોંપતા પ્રબુદ્ઘ નાગરિકોમાં તહેર તહેરની ચર્ચાઓએ જોર પકડયું છે.

અમૃત કોવિડ હોસ્પિટલનું ખાનગી કરવાની વાતને લઈને પ્રાતઅધિકારી રાજેશ આલનો ટેલિફોનીક સંપર્ક સાંધતા જણાવ્યુ હતુ કે સરકાર પાસે પૂરતા ડોકટર નો હોવાથી ખાનગી ને સોંપવાનું જણાવ્યું હતું તેમજ એમ.બી કોલેજ ખાતે પણ ૬૦ બેડની કોવિડ હોસ્પિટલનું આયોજન ઉપર છે તેમને પણ ડોકટર પૂરતા નો મળે તો ખાનગીને ચાલવા દેવામાં આવશે જેમનો ચાર્જ સરકારના નિયમ મુજબ ખાનગી ડોકટરો વસૂલી શકશે હાલ આ મહામારી માં જીવન બચાવું જરૂરી છે તેવું જણાવ્યું હતું

શહેરની સામાજીક સંસ્થાઓ તેમજ પ્રબુદ્ઘ નાગરિકો માંથી અનેક સવાલો ઉઠી રહ્યા છે અમૃત હોસ્પિટલમાં કોરોના ના. દર્દીને દાખલ કરી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે તેવુ બોર્ડ હોસ્પિટલ બહાર મારવામાં આવ્યું છે જેમાં ઓકિસજન વેન્ટિલેટર બાઈપેપ ડીફેબ મલ્ટીપેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ પરંતુ દાખલ દર્દીને વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી ગત રાત્રે જુનાગઢના સોની સુરેશભાઈ માધવજીભાઈ ધોળકિયા ઉ.વ.૬૦ નુ વેન્ટિલેટરના અભાવે મૃત્યુ થયુ હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું ત્યારે પુરતી સગવડતા ન હોવા છતાં ખાનગી સંચાલન કરતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

(11:14 am IST)