સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

પાતા (ધેડ) માં સ્વૈચ્છીક લોકડાઉનને પ્રતિસાદ

પોરંબદર : પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના પાતા ગામના મહિલા સરપંચ માલીબેન માલદેભાઇ પરમારે લોકોના સ્વસ્થયના હિતમાં સ્વયંભુ આંશિક લોકડાઉન પાળવાનું નક્કી કરતુ જાહેરનામુ ગામમાં પ્રસિધ્ધ કર્યું છે. ગઇ કાલ તા. ૧૩ થી ૨૧/૪/૨૦૨૧ સુધી પાતા ગામમાં નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓ તેમજ અન્ય વેપાર કરતા લોકોએ સવારના ૬ થી ૯ તેમજ સાંજના ૫ થી ૯ સુધી જ પોતાના ધંધો રોજગાર ખુલ્લા રાખવા અંગેનું પ્રસિધ્ધ કરતા પાતા ગામની ગલીઓ, દુકાનો તેમજ અન્ય નાના મોટા ગલ્લા લોકડાઉનના નિર્ણયને પાળતાં પાતા ગામની શહેરીઓ દુકાનો સજ્જડ બંધ રહેતા ગામ સુમસામ નજરે દેખાઇ રહ્યુ છે. તે તસ્વીર.

(10:20 am IST)