સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

ઉના રેફરલ હોસ્પિટલમાં કોવીડ સેન્ટર ચાલુ કરવા માંગણી

ઉના,તા. ૧૬: યુવા આગેવાન રસિકભાઇ ચાવડા દ્વારા જિલ્લાનાં અધિકારીઓ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરીને રેફરલ હોસ્પિટલમાં કોવીડ સેન્ટર ચાલુ કરવા માંગણી કરી છે.

ઉના ગીરગઢડા તાલુકા વચ્ચે હાલમાં ફકત એકજ કોવિડ સેન્ટર ખાનગી હોસ્પિટલ ખાતે કાર્યરત છે જેની સામે બંને તાલુકા ના ગામો અને બે શહેરો નો સમાવેશ થાય છે એટલી મોટી વસ્તી સામે ફકત એક કોવિડ હોસ્પિટલ નાં કારણે દર્દીઓ મુશ્કેલી પડી રહી છે હાલ આ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આ હોસ્પિટલ ફૂલ થઈ જાશે ત્યારે આ વિસ્તારના કોરોના પોઝિટિવ દર્દીઓ ને નાછૂટકે વેરાવળ અથવા અન્ય શહેરોમાં જવું પડશે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

(10:20 am IST)