સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

મોરબી તાલુકાના બીલીયામાં કોરોના રસીકરણ રેપીડ ટેસ્ટ કેમ્પ

મોરબી,તા. ૧૬: મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તેમજ કોરોના કેસનું પ્રમાણ ઘટાડવાના હેતુથી મોરબી તાલુકાનાં બીલીયા ગામે આવતી કાલે તા.૧૬ના રોજ નિઃશુલ્ક આરોગ્ય મહા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે

બીલીયા ગ્રામપંચાયત આયોજીત આ મહાકેમ્પમાં આરોગ્ય વિભાગના સહકારથી ૪૫ વર્ષથી વધુ ઉમરના ગામના તમામ લોકોનું કોવિડ વેકસીનેશન નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કોરોના શંકાસ્પદ કેસોનું રેપિડ ટેસ્ટ દ્વારા તપાસ માટેનું આયોજન શ્રી પ્રાથમિક શાળા, બીલીયા ખાતે સવારના ૧૦.૩૦થી સાંજના ૫.૦૦ કલાક સુધી રાખવામા આવેલ છે. બીલીયા ગ્રામપંચાયતના સરપંચશ્રી કાંતીભાઈ પેથાપરા સહિત ગ્રામ પંચાયતના તમામ સદસ્યો કેમ્પની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:19 am IST)