સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

પડધરીના ખાખરાબેલામાં વૃક્ષ વૃદ્ધા ઉપર પડતા મોતઃ ૮ થી ૧૦ને ઈજા

રાજકોટઃ રાજકોટ જિલ્લાના પડધરી અને આસપાસના વિસ્‍તારોમાં આજે બપોરે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકયો હતો. પવનના કારણે એક વૃક્ષ મંગુબેન રંગપરા નામના વૃદ્ધા ઉપર પડતા તેમનુ ઘટના સ્‍થળે મોત થયુ હતું. જ્‍યારે વાડીમાં કામ કરી રહેલા ૮ થી ૧૦ વ્‍યકિતઓને ઈજા પહોંચી હતી. બપોરે અચાનક ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો હતો અને વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. કરા સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ છવાતા ગરમીમાં રાહત મળી હતી.

(4:40 pm IST)