સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

ધ્રોલના હમાપર, રાજપર અને લતીપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદઃ વરસાદી પાણી નદી-નાળામાં વહ્યા

રવિવારથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અનેક જગ્યાએ હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો બીજી તરફ ખેતરમાં પાક અને કેરીના પાકને ભારે નુકશાન થયુ છે. કમોસમી વરસાદથી ગરમીમાં રાહત મળી છે. આજે ધ્રોલ તાલુકાના હમાપર, રાજપર, લતીપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ કરા સાથે પડયો હતો. જેના કારણે વરસાદી પાણી નદી-નાળામાં વહી ગયા હતા અને ચોમાસા જેવો માહોલ છવાઈ ગયો હતો.

(3:50 pm IST)