સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

વીરપુરમાં ગુરૂવારે સમસ્ત ખાંટ રાજપૂત સમાજના સમૂહલગ્ન : ૨૩ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં દિકરીઓને ઢગલાબંધ વસ્તુઓ અપાશે : સમસ્ત ખાંટ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ - જેતપુર દ્વારા દર વર્ષે થતી સેવાકીય પ્રવૃતિઓ

રાજકોટ, તા. ૧૬ : આગામી ૧૮મીના ગુરૂવારે સમસ્ત ખાંટ રાજપૂત સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહલગ્નમાં ૨૩ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દિકરીઓને ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે.

શ્રી સમસ્ત ખાંટ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ - જેતપુર દ્વારા જેતપુર તાલુકાના વિરપુર (જલારામ) ખાતે સ્ટેશન રોડ ઉપર ચિત્રકુટ ફાર્મ ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્ન ઉપરાંત સામાજીક - શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.

વીરપુર (જલારામ) ખાતે ૧૮મીના આયોજીત સમૂહલગ્નમાં ૨૩ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. સાથોસાથ સાતેક હજારથી વધુ ભાઈ - બહેનો મહાપ્રસાદનો લાભ લેશે.

આયોજનને સફળ બનાવવા વેલજીભાઈ સરવૈયા (પ્રમુખ), કે.પી. ગુજરાતી (ટ્રસ્ટી), એમ.આર. રાઠોડ (ટ્રસ્ટી), મનજીભાઈ સી. રાઠોડ (ટ્રસ્ટી),  કાનજીભાઈ એન. મોરબીયા, ડાયાભાઈ વાઘેલા, કિશનભાઈ મોરબીયા, નૈમીષભાઈ સરવૈયા અને ધીરૂભાઈ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:40 pm IST)