સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

લીંબડી કોર્ટમાં મુદ્દતે આવતા બે યુવકો ઉપર સાયલા પાસે ચાર રાઉન્ડ ફાયરીંગ

અજાણ્યા શખ્સોએ જૂની અદાવતમાં ફાયરીંગ કર્યુ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણઃ તપાસનો ધમધમાટ

વઢવાણ, તા. ૧૬ :. લીંબડી કોર્ટમાં મુદ્દતે આવી રહેલા બે યુવકો ઉપર સાયલા પાસે ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના નવાણીયા ગામના યુવરાજસિંહ અને નરેન્દ્રસિંહ પોતાની ગાડીમાં નવાણીયા ગામથી લીંબડી કોર્ટમાં કોર્ટની મુદત હોવાથી આવી રહ્યા હતા ત્યારે લીંબડી હાઈવે ઉપર લીંબડીથી ૩ કિ.મી. દૂર સાયલા નજીક ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યુ હતું.

ફાયરીંગ કરીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા. ફાયરીંગની ઘટનામાં યુવરાજસિંહ અને નરેન્દ્રસિંહને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોેલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂની અદાવતના કારણે ચાર રાઉન્ડ ફાયરીંગ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.

(12:40 pm IST)