સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

કચ્છ પગપાળા રાપર આવતી વાંકાનેરની યુવતિનું માતાની નજર સામે મોત

ભુજ તા.૧૬: વાંકાનેરથી કચ્છના રાપર મધ્યે આવેલ મોમાયમોા ગામે મોમાય માતાજીના મંદિરે દર્શને આવતા પદયાત્રી સંઘને છેર રાપર પહોંચી આવ્યા ત્યારે અકસ્માત નડયો હતો. પુરપાટ જતા ડમ્પરે ખીરઇ ગામ પાસે ૧૯ વર્ષીય પદયાત્રી યુવતી સંગીતા નટવરલાલ પરમારને હડફેટે લેતાં માતાની નજર સામે જ પુત્રીનું ઘટના સ્થળે મોત નિપજયંુ હતું.

મૃતક સંગીતા પરમાર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પલાસડી ગામના હતા. પદયાત્રી સંઘ વાંકાનેરથી કચ્છના રાપર પાસે આવેલ મોમાયમોરા ગામે મોમાય માતાજીના દર્શને આવી રહ્યો હતો.

અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક નાસી છુટયો હતો. અકસ્માતના બનાવ બાદ દોડી આવેલ ભીમસેનાના કાર્યકરોએ ખનીજ ચોરી કરીને ઓવરલોડ ભરીને બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરૂદ્ધ આક્રોશ વ્યકત કર્યો હતો.

(11:31 am IST)