સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

રબારી સમાજમાં બારોટના ચોપડામાં નામ માંડવાની પ્રથા આજે પણ ''અકબંધ''

આધુનિકતા વચ્ચે પણ લુપ્ત થતી પરંપરા રબારી સમાજ વટભેર નિભાવે છે

 હળવદ તા.૧૬: આધુનિક યુગમાં સમાજનાં અનેક સમાજોમાં રૂઢી રિતરિવાજોમાં પરિવર્તન આવ્યું છે ત્યારે રબારી સમાજમાં આજે પણ એક પરંપરા અકબંધ રહી છે દરેક સમાજમાં પહેલા પોતાના વારસાગત પેઢીઓના નામની જાળવણી માટે બારોટ પાસે નામ મંડાવવામાં આવતું પરંતુ આજે આધુનિક યુગમાં અનેક સમાજોમાં આ પરંપરા તૂટી ગઇ છે જયારે રબારી સમાજમાં પોતાના પેઢીઓની વંસાવલીની નામાવલીની જાળવણી માટે બારોટના ચોપડામાં નામ મંડાવાની પરંપરા આજેપણ અકબંધ જોવા મળી છે.

પોતાના મોટા દીકરાનું નામ બારોટના ચોપડામાં મંડાવામાં આવે છે તેમજ જયારે પોતાના માતા-પિતા પાછળ પરગણુ દાળો કરવા આવે ત્યારે પણ બારોટને બોલાવીને નામ માંડણી કરવામાં આવે છે જે રબારી સમાજમાં આજે પણ આ પરંપરા અકબંધ જોવા મળે છે.

બારોટને બોલાવીને તેમને સન્માન આપવામાં આવે છે બારોટ પોતાના યજમાનોની વારસાગત પેઢીઓની નામાવલીની જાળવણી કરે છે બારોટના વહીવંચા સાંભળવાથી પોતાના પૂર્વજોની યાદો તાજી થાય છે અને એક કહેવાય છે ''સાપ સણકે ઉતરે વિંછી ડંખથી જાય પોતાના કુળની ઉત્પતિ સાંભળે પાપ નો થાય પ્રલય'' આજે પણ વહીવંચા તરીકેનું કામ વિપુલભાઇ બારોટ કરી રહ્યા છે તેઓ પોતાના યજમાનના માતા-પિતાના કાવડ જેમ ફેરવીને વંશવારસાની નામાવલી જતન કરી રહ્યા છે.

રબારી વિહોતર નાત સમક્ષ વહીવંચા ચોપડાનું વાંચન કરવામાં આવે છે આ પરંપરા આજે પણ રબારી સમાજમાં અકબંધ જોવા મળે છે.

(9:35 am IST)