સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

છેલ્લા ૩ વર્ષથી લોન અપાવી દેવાની લાલચ આપી નાણાં પડાવી છેતરપિંડી કરી નાસતાં ફરતાં દંપતિને વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી પકડી પાડતી જુનાગઢ પેરોલ ફર્લો સ્કવોડ

જૂનાગઢ, તા.૧૫: જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ સાહેર્બં દ્વારા આગામી  લોકસભા ચુંટણી  અનુસંધાને જિલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પેરોલ ફર્લો હેડના તથા ર્ંનાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ડ્રાઈર્વં રાખવામાં આવેલ અને    પેરોલ ફર્લો સ્કવોડને નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓની તપાસ કરી, પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ હતી...

જિલ્લા ર્ંપોલીસ વડા સૌરભ સિંદ્યના માર્ગદર્શર્નં હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ.શ્રી બી.એમ.વાધમસી તથા ર્ંપેરોલ ફર્લો સ્કોડ ટીમને ટેકનિકલ સોર્સ તથા બાતમીદાર મારફતે માહિતી મળેર્લં કે, જુનાગઢ શહેરના  સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના આજથી ત્રણેક વર્ષ પહેલાં સને  ૨૦૧૬ ના છેતરપિંડી વિશ્વાસદ્યાતના ગુન્હાના નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ રિદ્ઘિ બેન ગાંધી તથા  જાવેદ યાકુબ વડોદરા ખાતે ફતેગંજ વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહે છે. જે મળેલ બાતમી આધારે જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ બી.એમ.વાદ્યમશી તથા સ્ટાફના એ.એસ.આઇ. નરેન્ર્દભાઇ ડાંગર, હે.કો. પ્રદીપભાઇ ગોહેલ, જયપાલસિંહ ગોહિલ, પો.કો. રમેશભાઇ માલમ, સંજયભાઇ વધેરા, સંજયભાઇ, સહિતની એક ટીમ વડોદરા ફતેગંજ વિસ્તારમાં વોચ દરમિયાન  ર્ંઆરોપીઓ (૧) રિધ્ધિબેન રાજેશ ભાઈ ગાંધી ઉર્ફે અનુ રૂ/ં જાવેદ યાકુબ (ઉવ.૨૮) તથા  જાવેદ યાકુબ ભાઈ (ઉવ.૩૭)  રહે. બન્ને ફતેગંજ, વડોદરાને પકડી પાડી, ધરપકર્ડં કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓ વડોદરા ખાતે કોઈને પણ ખબર ના પડે એ રીતે પોતાનું જીવન ગુજારતા હતા અને કોઈનો સંર્પક પણ કરતા ના હતા. આ આરોપીઓ ર્ંબંટી બબર્લીં વડોદરામાં પોતે કઈ કર્યું નથી, એ રીતે બિન્દાસ્ત રહેતા હતા, એવામા વડોદરા ખાતે જૂનાગઢ પોલીસ એકદમ આવી જતા, ચોંકી ઉઠ્યા હતા.

પકડાયેલા બંને આરોપીઓએ સને ૨૦૧૬ની સાલમાં જુનાગઢમા સત્વમ ફાયનાર્ન્સં નામની પેઢી શરૂ કરી, જૂનાગઢ શહેર તેમજ આજુબાજુના ગામના લોકોને મોટી રકમની લોન અપાવી દેવાનુ પ્રલોભન આપી, લોકોના લાખો રૂપિયા પડાવી, છેતરપિંડી કરી, પેઢી અચાનક બંધ કરી, જૂનાગઢ શહેર છોડી, પોતાના મોબાઈલ બંધ કરી, નાસી ગયેલ હતા. ત્યારબાદ લોકોને છેતરાયા હોવાની જાણ થતાં, બંને આરોપીઓ વિરુદ્ઘ જુનાગઢ સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરવામાં આવતા, છેતરપિંડી, વિશ્વાસદ્યાતનો ગુન્હો નોંધવામાં આવેલ હતો. જયારથી આં પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ઘ જૂનાગઢ શહેરમાં ગુન્હો નોંધાયો ત્યારથી અવાર નવાર તપાસ કરવા છતાં, મળી આવતાના હતા અને પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા.  જે આરોપીઓ બાબતે જૂનાગઢ પેરોલ ફ્ર્લા સ્કોડને મળેલ બાતમી આધારે આજરોજ બંને આરોપીઓને વડોદરા ફતેગંજ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલ છે.

આમ, જૂનાગઢ પેરોલ ફર્લા સ્કોડ દ્વારા બાતમી આધારે ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને વડોદરા ખાતેથી પકડી પાડી,  ધોરણસર અટક કરી, જુનાગઢ સી.ડિવિઝન પોલીસ સ્ટેશને સોપવામા આવેલ છે.

(3:58 pm IST)