સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ગંભીર બિમારીઓ થવાના કારણે કંપનીના માલિક, સંચાલક, મેનેજર વિરૂદ્ધ પોલીસ ફરીયાદ

પ્રદુષણ યુકત હવાથી ખેતીના ભૂગર્ભ જળ સ્ત્રોતો પ્રદુષિત થવાથી, કંપની નજીકના આસપાસના ગામો અને લોકો પ્રદુષણનો ભોગ બની રહ્યા હોવાનો ફરીયાદમાં આક્ષેપ

ખંભાળિયા તા.૧પ : ખંભાળિયા-જામનગર હાઇવે પર આવેલ કંપનીઓ દ્વારા ફેલાવાતા પ્રદુષના કારણે ખેતીના ભૂગર્ભ જળસ્ત્રોતો પ્રદુષિત થતા આસપાસના ગ્રામજનો ગંભીર પ્રકારની બિમારીનો ભોગ બની રહ્યા હોવાની કંપનીના માલિક, સંચાલક, મેનેજર વિરૂદ્ધ ખંભાળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળે છ.ે

ખંભાળિયા-જામનગરને સંલગ્ન કેટલીક કંપનીઓ દ્વારા હવામાં ફેલાવતા પ્રદુષણના કારણે આસપાસના ગામની આવેલી ખેતીની જમીનના ભૂગર્ભ જળ સ્ત્રોતો પ્રદૂષિત થવાના કારણે ખેતીની ઉપજને પણ અસર પડવાની સાથે પ્રદુષિત પાણી હોવાથી ફરીયાદીના પરિવાર તેમજ અન્ય લોકોને ગંભીર બિમારી થતા આ અંગે બળુભા પંચાણજી જાડેજા રહે.સોઢા તરખડી, તા. ખંભાળીયાએ આ કંપનીઓના માલીક, સંચાલક અને મેનેજર વિરૂદ્ધ ખંભાળિયા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:47 pm IST)