સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

પોરબંદરમાં સાંજે મુખ્યમંત્રીના આગમનના પગલે એક દિવસ વોકીંગ ઝોન જાહેરનામામાંથી મુકિત

વોકીંગ ઝોન જાહેરનામું કાયમી રદ કરવા વેપારીઓની લાંબા સમયની રજૂઆતો ધ્યાને લેવાતી નથીઃ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવા કોંગ્રેસ આગેવાનો દ્વારા તજવીજ

 પોરબંદર, તા.૧પઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે સાંજે સુદામા ચોકમાં જાહેર સભા સંબોધવા આવી રહ્યા હોય ડ્રિમલેન્ડ સીનેમાથી માણેકચોક સુધી વોકીંગ ઝોન જાહેરનામામાંથી એક દિવસ મુકિત આપવામાં આવી છે.

વોકીંગ ઝોન જાહેરનામુ જયારથી અમલી બન્યુ છે ત્યારથી માણેકચોકના વેપારીઓના ધંધા ઉપર અસર પડી છે. ગ્રાહકો વાહન લઇને દુકાન સુધી આવી શકતા નથી. અગાઉ ૪૦૦થી વધુ વેપારીઓએ રજુઆત અને ધરણા કર્યા હતા છતા ધ્યાન અપાતુ નથી. આજે મુખ્યમંત્રીના આગમન ટાણે જાહેરનામાથી એક દિવસ મુકિત અપાતા વેપારીઓએ રોષ વ્યકત કરેલ છે. આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવા કોંગ્રેસ આગેવાનો દ્વારા તજવીજ હાથ ધરાઇ છે.

(3:46 pm IST)