News of Monday, 15th April 2019
લોધીકાની રિના ભુરીયા ૩ વર્ષના પુત્ર સાથે લાપતા
રાજકોટ તા. ૧પ :.. લોધીકા મફતીયા માગણી રોડ પર રહેતી એમ. પી. ની મહિલા તેના ત્રણ વર્ષના પુત્ર સાથે ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા લોધીકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ મધ્ય પ્રદેશના અમલાલધાર હાલમાં લોધીકાના મફતીયા માગણી રોડ પર રહેતી રીના મહેન્દ્રભાઇ ભુરીયા (ઉ.રપ) ગત તા. ર૭-૩ ના રોજ પુત્ર આઝાદ (ઉ.૩) સાથે ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા લોધીકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પીએસઆઇ એચ. પી. ગઢવીએ તપાસ હાથ ધરી છે. જો કોઇને આ માતા-પુત્ર જોવા મળે તો લોધીકા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮ર૭-ર૪૪રર૬ ઉપર તથા મો. નં. ૯૭૧ર૯ ૯ર૮૬પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(12:12 pm IST)