સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

મીઠાપુરમાં વરલીના આંકડા લેતા બે ઇસમો ઝડપાયા

મીઠાપુર તા.૧૫: પોલીસ સ્ટાફના મહીરાજદાન મનહરદાન ગઢવી, રાજાભાઇ વાલાભાઇ સાખરા તથા પ્રદિપસિંહ સિવાયસિંહ જાડેજાએ પ્રોહી જુગાર અંગે રેઇડ કરતા બે ઇસમો મટકાના આંકડા લખતા હોય દેવેન્દ્રભા ફોગાભા માણેક ઉ.વ.૨૬ ધંધો પ્રા.નોકરી રહે. સુરજકરાડી આશાપુરા ટોકીઝ સામે વિશ્વકર્મા સોસાયટી જેની પાસેથી એક મોબાઇલ ફોન એમ આઇ નોટ ફાઇવ જેની કિ.રૂ. ૫૦૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂ. ૬૧૫૦ તથા બીજા ઇસમ કિશનભા કનૈયાભા માણેક ઉ.વ.૨૬ ધંધો છુટક મજુરી રહે. સુરજકરાડી નગરપાલિકા પાછડ પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો મળી રૂ. ૪૬૫૦ મળી આવેલ જે જુગાર રમવાના સાધન તરીકે ગણી ટોટલ રોકડા રૂ. અને મોબાઇલની કિ.ગણી કુલ ૧૫૮૦૦ના મુદ્દામાલ ગણી જુ.ધા કલમ ૧૨(અ) મુબજ ગુન્હો કરેલ હોય બંને સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(12:11 pm IST)